Opoosition Leader In Lok Sabha: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો (Lok Sabha Elections 2024 Results) બાદ સરકારની રચના કરવામાં આવી હતી. આ પછી સતત ચર્ચા ચાલી રહી હતી કે ગૃહમાં વિપક્ષના નેતા કોણ હશે? કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે (Congress general secretary KC Venugopal) કહ્યું છે કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા (Rahul Gandhi has been appointed as the LoP in the Lok Sabha) હશે. કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીપીપી અધ્યક્ષે પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને જાણકારી આપી છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હશે.
ચિઠ્ઠી લખીને આપી જાણકારીઃ કેસી વેણુગોપાલ
આ અંગે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને જાણકારી આપી છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હશે. વેણુગોપાલે કહ્યું, અસ્થાયી સ્પીકર ભર્તૃહરિ મહતાબને પત્ર લખ્યો અને તેમને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની નિમણૂક કરવાના નિર્ણય વિશે જાણ કરી.
રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો
18મી લોકસભાના સ્પીકર પદ માટે સત્તાધારી પક્ષ અને વિપક્ષો વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ દરમિયાન આ નિર્ણય આવ્યો છે. ભાજપે આ પદ માટે ઓમ બિરલાને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કોંગ્રેસે કે સુરેશને ઉમેદવાર બનાવ્યા છે.
આ પહેલા 9 જૂનના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. CWCની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને આ અંગે વિચારવા માટે થોડો સમય જોઈએ છે, ત્યાર બાદ જ નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીમાં તેની સીટોની સંખ્યા લગભગ બમણી કરી છે જે 2019માં 52થી વધીને 99 થઈ ગઈ છે. 2014ની ચૂંટણીમાં પાર્ટી માત્ર 44 બેઠકો જીતવામાં સફળ રહી હતી.
આ પણ વાંચોઃ
પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા, પછી રચ્યું એવું ત્રાગું કે....
ઓનલાઇન પાસપોર્ટ માટે કરતા હો અરજી તો થઈ જાવ સાવધાન, એક ભૂલ પડશે મોંઘી