Trending Leopard Attacks On Man Video: આવા ઘણા વીડિયો ઓનલાઈન જોવા મળે છે જેમાં જંગલી પ્રાણીઓ માણસો પર હુમલો કરતા જોવા મળે છે. આવા વીડિયો જોઈને લોકોનાં રુંવાડા ઉભાં થઈ જાય છે. આવો જ એક ભયાનક વીડિયો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દીપડો સાઈકલ સવાર પર હુમલો કરતો જોઈ શકાય છે.


આ વીડિયો IFS ઓફિસરે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં, એક વ્યક્તિ જંગલમાંથી પસાર થતા હાઈવે પર સાઈકલ ચલાવતો જોઈ શકાય છે. થોડીક સેકન્ડો પછી, વીડિયોમાં એક દીપડો ઝાડીઓમાંથી કૂદીને માણસ પર ત્રાટકતો જોવા મળે છે. જો કે, તે સાયકલ ચાલક સદભાગ્યે બચી જાય છે અને તે સુરક્ષિત રીતે ત્યાંથી ભાગી જાય છે. આ સાથે દીપડો પણ તરત જ હુમલો કર્યા બાદ જંગલમાં પાછો ભાગી જાય છે.


વીડિયો જુઓ:






જૂનો વીડિયો ફરી વાયરલ થયો


સાઇકલ સવાર પર દીપડાએ હુમલો કર્યાનો આ ચોંકાવનારો વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ક્લિપ જૂન 2022ની કહેવામાં આવી રહી છે જેણે નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ ક્લિપ IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કરી છે. ક્લિપ શેર કરતી વખતે અધિકારીએ ઘટનાનું સ્થળ દેહરાદૂન-ઋષિકેશ આપ્યું છે. જો કે, બાદમાં તેણે પોતે જણાવ્યું કે, તેને માહિતી મળી છે કે આ ઘટના અન્ય કોઈ જગ્યાએથી છે. યુઝર્સના જણાવ્યા અનુસાર આ ઘટના આસામમાં બની હતી.


આ પણ વાંચો.....


કોંગ્રેસ અધ્યક્ષના પદ અંગે Rahul Gandhi એ આપ્યું મહત્વનું નિવેદન, "જે અધ્યક્ષ બનશે તે એક જ....."


NIA Raid On PFI: 15 રાજ્ય, 93 ઠેકાણાં અને 45ની ધરપકડ, PFI ઉપર NIAએ કરી આ કાર્યવાહી, જાણો વિગતે


IPL 2023: હવે જુના ફોર્મેટમાં રમાશે IPL, મહિલા IPL પણ થશે શરુ, જાણો શું-શું બદલાશે


Rahul Gandhi Press Conference: રાહુલ ગાંધીએ કોંગ્રેસની ભારત જોડો યાત્રાને ગણાવી સફળ, અધ્યક્ષ પદને લઇને આપ્યો આ જવાબ