દિલ્લી હાઇકોર્ટનો કેજરીવાલને ઝટકો, કહ્યું- દિલ્લીના 'બોસ' ઉપરાજ્યપાલ જ રહેશે
abpasmita.in | 04 Aug 2016 07:10 AM (IST)
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં અધિકારોને લઇને ચાલી રહેલી લડાઇમાં કેજરીવાલ સરકારને મોટો ઝટકો પડ્યો છે. દિલ્લી હાઇકોર્ટે કેજરીવાલ સરકાર વિરુદ્ધ નિર્ણય આપ્યો છે. દિલ્લી હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતું કે દિલ્લીનો ‘બોસ’ ઉપરાજ્યપાલ (એલજી)જ છે. જેની સાથે નવ અલગ અલગ અરજીઓમાં પણ દિલ્લીની કેજરીવાલ સરકારને ઝટકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, એલજી દિલ્હી કેબિનેટની સલાહ માનવા માટે બંધાયેલ નથી. 'દિલ્હીના વહીવટકર્તા એલજી જ રહેશે.' કોર્ટે દિલ્હી સરકાર પાસે કમિશન બનાવવાનો અધિકાર છે કે નહી સહિતની 9 અલગ અલગ અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકારના અધિકારીઓ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્રાન્ચ(એસીબી) કોઈ એક્શન ન લઈ શકે. હાઇકોર્ટના નિર્ણય પર આપ સરકારના વકીલે કહ્યુ હતું કે અમે આ ચુકાદા વિરુદ્ધ સંવૈધાનિક બેન્ચ સુધી અપીલ કરીશું.