દેશનાં 100 સ્માર્ટ સિટી શહેરોની લિસ્ટમાં ગુજરાતનાં શહેરોની વાત કરવામાં આવે તો, આ લિસ્ટમાં 67.62નાં સ્કોર સાથે અમદાવાદ બીજા સ્થાને આવ્યું છે. જ્યારે 58.95નાં સ્કોર સાથે સુરતને પાંચમા નંબરે રહ્યું છે જ્યારે 53.81 સ્કોર સાથે વડોદરા ટોપ ટેનમાં નવમાં સ્થાન પર રહ્યું છે.
ટોપ 100ની વાત કરીએ તો, 36.96 અંકો સાથે રાજકોટ 43માં સ્થાન પર છે. જ્યારે ગુજરાતનું પાટનગર ગાંધીનગર 33.75 અંકો સાથે 50માં સ્થાન પર છે. જ્યારે 29.98 અંકો સાથે દાહોદ 59માં ક્રમે અને 8.72 અંક પર દીવ 99માં સ્થાને આવ્યું છે.
દેશનાં ટોપ 10 સ્માર્ટ સિટીઃ
1. આગ્રા
2. અમદાવાદ
3. કાનપુર
4. ઈન્દોર
5. સુરત
6. વિશાખાપટ્ટનમ
7. વારાણસી
8. ભોપાલ
9. વડોદરા
10. નાગપુર