નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુબજ સમજદારીથી પોતાનું નવું મંત્રીમંડળ સિલેક્ટ કર્યુ છે. દરેક વર્ગની ભાગીદારી નવા કેબિનેટમાં જોવા મળી રહી છે. બીજેપી નેતાઓનો તર્ક છે કે જોશથી ઉપર હોશ અને અનુભવને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. જોકે, આ વખતે કેટલાય મોટા નેતાઓને બહાર બેસવુ પડ્યુ છે, જે મોદી સરકાર 1માં મંત્રી હતા. અહીં એવા 13 નેતાઓના લિસ્ટ બતાવવામાં આવ્યુ છે.


મોદી સરકાર -1માં કેન્દ્રીય મંત્રી રહેલા આ 13 નેતાઓને નવી સરકારમાં ના મળ્યુ સ્થાન....

સુષ્મા સ્વરાજ (વિદેશ મંત્રી, મોદી સરકાર-1), અરુણ જેટલી (નાણામંત્રી, મોદી સરકાર-1), મહેશ શર્મા (પર્યટન અને સંસ્કૃતિ મંત્રી, મોદી સરકાર-1), સુરેશ પ્રભુ (રેલવે મંત્રી, મોદી સરકાર-1), જેપી નડ્ડા (સ્વાસ્થય મંત્રી, મોદી સરકાર-1), રાજ્યવર્ધન સિંહ રાઠોર (રમત અને પ્રસારણ મંત્રી, મોદી સરકાર-1),



મેનકા ગાંધી (કેન્દ્રીય મંત્રી, મોદી સરકાર-1), જયંત સિન્હા (નાણાં રાજ્યમંત્રી, મોદી સરકાર-1), ઉમા ભરતી (કેન્દ્રીય મંત્રી, મોદી સરકાર-1), મનોજ સિન્હા, (કેન્દ્રીય મંત્રી, મોદી સરકાર-1), રામકૃપાલ યાદવ (કેન્દ્રીય મંત્રી, મોદી સરકાર-1), અનંત કુમાર હેગડે (કેન્દ્રીય મંત્રી, મોદી સરકાર-1), શિવ પ્રતાપ શુક્લ (કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી, મોદી સરકાર-1),