નવી દિલ્લી: રેડિયો પર પ્રસારિત કાર્યક્રમ ‘મન કી બાત’ પછી શનિવારે વડાપ્રધાન નરેંદ્ર મોદી ‘ટાઉન હૉલ’ના માધ્યમથી જનતા સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. કેંદ્ર સરકારના Mygov.inને બે વર્ષ પૂરા થવા બદલ દિલ્લી સ્થિત ઈંદિરા ગાંધી ઈનડોર સ્ટેડિયમમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મોદીએ મહત્વના મુદ્દા પર વાત કરી હતી..

- વિશ્વમાં મંદી છે અને ખરીદનારાઓની ક્ષમતા ઓછી થઈ રહી છે. તેમ છતાં દેશનો વિકાસદર 7.6 ટકા છે.
- 30 વર્ષ 8ટકાના ગ્રોથથી આગળ વધીએ તો વિશ્વ આપણા પગમાં હશે..
- ભારતમાં બનેલી મારૂતિ કાર જાપાનમાં ઈંપોર્ટ થાય છે તો ભારતનો ગ્રોથ થાય છે.
- જો આપણે 30 વર્ષ 8ટકાથી વધારે ગ્રોથ મેળવી લઈએ તું આપણા દેશનું નામ ચારે બાજુ ગુંજાશે.
- રાજ્ય સરકારોને કહ્યું કે લાઈસેંસના ચક્કર ઓછા કરે..
- એ સાચી વાત છે કે સૌથી વધુ રાજનીતિમાં ચૂંટણી જીત્યા પછી સરકારોને એ વાતનું ધ્યાન રહે છે કે આગળની ચૂંટણી કેવી રીતે જીતવી.
- સુશાસન હોય તો ઘણી સમસ્યાઓનો હલ નીકળી જાય છે.

- સરકારની તિજોરી ભરેલી હશે તો વિકાસનું કામ વધારે થશે.
- આયાતની જગ્યાએ તે વસ્તુનું નિર્માણ દેશમાં કરવામાં આવે તો આપણી અર્થવ્યવસ્થા મજબૂત થશે.
- સરકારને 5 વર્ષ માટે ઠેકેદાર સમજવાની ભૂલ ન કરો.
- ખેડૂતો માટે ઈ-માર્કેટનું નિર્માણ કર્યું..
- નક્કી કરેલા સમય પહેલા જનતાની સમસ્યાને પુરી કરવાની રહશે.
- માત્ર વોટ આપીને સરકાર બનાવવાથી દેશનો વિકાસ નથી થતો..
- સ્વચ્છ ભારત અભિયાન જનભાગિદારીનું સૌથી સારું ઉદાહરણ..

- જનભાગીદારીવાળા લોકતંત્રથી જ વિકાસ સંભવ છે.
- જવાબદારીઓની સાથે સાથે દરેક સંસ્થાની જવાબદેહી પણ જરૂરી છે.
- અરબો-ખરબો રૂપિયાથી બનાવવામાં આવેલી હોસ્પિટલ સુશાસન વગર બેકાર થઈ ગઈ છે.
- ગૃડ ગવર્નેસ વગર સામાન્ય વ્યક્તિના જીવનમાં ફેરફાર થશે નહીં..
- વિકાસ અને ગુડ ગવર્નેસનું સંતુલન જરૂરી..
- MyGov એપ બનાવનાર 6 વિદ્યાર્થીઓને વડાપ્રધાને કર્યા સમ્માનિત..
- ક્વિજ પ્રતિયોગીતામાં જીતેલા લોકોને વડાપ્રધાને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા..
- દેશભરમાંથી લગભગ બે હજાર લોકો આ કાર્યક્રમમાં પહોંચ્યા..
- નવા આઈડિયા આપનાર લોકોને મોદીએ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા..