ગ્લેશિયર તૂટવાથી ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે.તો બીજી તરફ અનેક મકાન તણાયાની પણ આશંકા સેવાઇ રહી છે. ગ્લેશિયર તૂટતા અનેક ગામ સંપર્ક વિહોણા બની ગયા છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, હું ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત, દેશા ગૃહમંત્રી અમિત શાહ જી, NDRFના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું. ત્યાં રાહત અને બચવા કાર્ય ચાલી રહ્યું છે. લોકોને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, આજે આપણે મા ગંગાના એક કિનારા પર છીએ, પરંતુ જે મા ગંગાનું ઉદ્ગમ સ્થળ છે, તે રાજ્ય ઉત્તરાખંડ આ સમયે આપદાનો સામનો કરી રહ્યું છે. એક ગ્લેશિયર તૂટવાથી ત્યાં નદીનું જળસ્તર વધી ગયું છે. નુકસાનના સમાચાર છે. ઉત્તરાખંડમાં એવા પરિવાર ખૂબ ઓછા જોવા મળે છે કે જેમના પરિવારના સદસ્યો કોઈ સેનામાં ન હોય. એટલે કે અહીંના લોકોની હિંમત કોઈપણ આપદાને માત આપી શકે છે. ઉત્તરાખંડના સાહસી લોકો માટે હું પ્રાર્થના કરૂ છું, બંગાળ પ્રાર્થના કરે છે, દેશ પ્રાર્થના કરી રહ્યો છે.
જોશીમઠના એસડીએમ કુમકુમ જોશીના જણાવ્યાં મુજબ નદીમાં મલબો ભરાઇ જતા. ધૌલીગંગા નદીમાં જળ સ્તર અચાનક વધી ગયું છે. આસપાસના ગામને ખાલી કરવાની કામગીરી હાથ ધરાઇ છે.