નવી દિલ્હી:  ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન  લાલકૃષ્ણ અડવાણીને મંગળવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં ફરીથી દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે અડવાણીની તબિયત સ્થિર છે અને તેઓ સતત નિરીક્ષણ હેઠળ છે. ન્યુરોલોજીસ્ટ ડૉ. વિનિત સૂરીની દેખરેખ હેઠળ છે. 






લાલ કૃષ્ણ અડવાણીનો  8 નવેમ્બર, 1927ના રોજ કરાચી (હવે પાકિસ્તાન) માં જન્મ થયો હતો.  અડવાણી વરિષ્ઠ ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના સ્થાપક સભ્ય છે. એલ કે અડવાણીએ સ્નાતક થયા પછી ડી.જી. હૈદરાબાદમાં નેશનલ કોલેજ, મુંબઈની સરકારી લો કોલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો. તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે કરી હતી અને બાદમાં 1951માં RSSની રાજકીય પાંખ ભારતીય જનસંઘ (BJS)માં જોડાયા હતા. 


અડવાણીને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. અડવાણી તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા, તેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 30 માર્ચે તેમના નિવાસસ્થાને જઈને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને લાલ કૃષ્ણ અડવાણીના પરિવારના સભ્યોએ ઔપચારિક સમારોહમાં હાજરી આપી હતી.


અગાઉ 2015માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. લાલ કૃષ્ણ અડવાણી 2002 થી 2004 સુધી ભારતના 7મા નાયબ વડાપ્રધાન હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સહ-સ્થાપકોમાંના એક અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સભ્ય છે. લાલ કૃષ્ણ અડવાણી 1998 થી 2004 સુધી ગૃહમંત્રી રહ્યા હતા.


8 નવેમ્બર, 1927ના રોજ પાકિસ્તાનના કરાચીમાં હિન્દુ સિંધી પરિવારમાં જન્મેલા અડવાણીને  ભારત સરકાર દ્વારા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. 2015માં તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા, તેઓ 1998 અને 2004ની વચ્ચે ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) માં ગૃહ પ્રધાન હતા.