નવી દિલ્હી: ‘તૂ ડાલ ડાલ તો મેં પાત પાત’ની કહેવત મુજબ વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ચીનને ન્યૂક્લિયર સપ્લાય ગ્રુપમાં એંટ્રી મુદ્દે તેની જ ભાષા સમજાવવાનું શરૂ કરી દીધું છે. જેથી તેમને આ મુદ્દે રશિયાની મદદ માંગી છે. પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કર્યો હતો અને તેમને કહ્યું હતું કે, તે ભારતના એનએસજી ગ્રુપમાં એંટ્રીને લઈને સમર્થન કરે.
રશિયા તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, ભારતીય વડાપ્રધાન નરેંદ્ર મોદી તરફથી શનિવારે ફોન આવ્યો હતો. બન્ને નેતાઓએ દ્ધપક્ષિય સંબંધને મજબૂત બનાવવા માટે વ્યાપક સહયોગની વાત કરી હતી. બન્ને દેશોની વચ્ચે રણનીતિક ભાગેદારી પણ રહી છે. ‘મોદી અને પુતિનની વચ્ચે બહુ જલ્દીથી મુલાકાત થવાની સંભાવના સેવવામાં આવી રહી છે.
જો કે ચીન અને પાકિસ્તાને ભારતની ન્યૂક્લિયર સપ્લાય ગ્રુપમાં એંટ્રી રોકવા માટે હાથ મિલાવ્યો છે. બીઝિંગે પાકને સપોર્ટ કરતા કહ્યું છે કે, એનએસજીમાં ભારત અને પાકિસ્તાન બન્ને દેશોને એંટ્રી મળે, અથવા કોઈને પણ નહીં. ચીને ભારતને રોકવા માટે પાકિસ્તાનના નૉન-સ્ટાર્ટર પ્રોઝિશનનો ઉપયોગ કર્યો છે. એનએસજીના સૂત્રોનું માનીએ તો ચીન અને પાકિસ્તાન ભારતમી એંટ્રી રોકવા માટે હાથ મિલાવીને કામ કરી રહ્યા છે.