નવી દિલ્લી: ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બે દિવસીય બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ છે. બેઠકમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોજી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેંદ્ર સરકારમાં ભાજપના તમામ વરિષ્ઠ મંત્રી, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને સાંસદો ભાગ લઈ રહ્યા છે.
બીજા દિવસની બેઠક આજે સવારે 10 વાગે શરૂ થશે. બેઠકમાં પહેલા રાજકીય પ્રસ્તાવ આવશે અને તે બાદ મોદી સરકારના બે વર્ષના કામ અંગે પ્રસ્તાવ આવશે.
બેઠક અલાહાબાદના કેપી કોલેજ ગ્રાઉંડમાં થઈ રહી છે. આજે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ભાષણ આપશે. તેમજ પીએમ મોદી સમાપન સંબોધન કરશે. આ બેઠક પૂર્ણ થયા બાદ મોદી પરેડ ગ્રાઉંડમાં એક જનસભાનું સંબોધન કરશે.