જોધપુર: રાજસ્થાનના જોધપુરમાં સોમવારે MIG-27 દુર્ઘટનાનું ભોગ બન્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વિમાન ક્રેશ થવાના કારણે લગભગ ત્રણ લોકો ઘાયલ થયા છે. એરફોર્સનું આ ફાઈટર પ્લેન જોધપુરના રહેણાક વિસ્તારમાં ક્રેશ થયું છે.

હાલ મળતી માહિતી અનુસાર વિમાન ક્રેશ થતા પહેલા બંને પાયલટ તેમાંથી કૂદવામાં સફળ રહ્યા હતા.

આ દુર્ઘટના પાછળના કારણો અંગે તપાસ ચાલુ છે. જ્યારે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા છે.