નવી દિલ્હી: લોકડાઉન 4માં વિમાન સેવા, રેલવે, સ્કૂલ-કૉલેજ હોટલ રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, જિમ બંધ રહેશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્ટેડિયમ ખુલશે પરંતુ તેમાં કઈ દર્શકો નહી હોય. ધાર્મિક અને રાજકીય આયોજનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.



ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવવા જવા છૂટછાટ આપવામાં આવી છે. મેડિકલ સ્ટાફને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટેની છૂટછાટ આપવામાં આવી છે.

કન્ટેઈનમેન્ટ ઝોનને છોડી અન્ય ઝોનમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં બસો સહમતિ બાદ જઈ શકશે. રેડ અને ઓરેન્ડ ઝોન અંદર કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન બનાવાશે. જિલ્લાઅધિકારી નક્કી કરી શકશે. કન્ટેઈનમેન્ટમાં જરૂરી સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ ઈમરજન્સી સિવાય લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં કૉન્ટ્રેક્ટ ટ્રેસિંગ, ઘરે ઘરે સર્વિલાન્સથી ઘ્યાન રાખવામાં આવશે. રાત્રે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે.