નવી દિલ્હીઃ દેશમાં છૂટછાટ સાથે લોકડાઉન 4ની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે ડેન્ટલ ક્લિનિકમાં કામકાજને લઈ દિશાનિર્દેશ જાહેર કર્યા છે.

ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યા મુજબ, કંટેન્મેન્ટ ઝોનમાં ક્લિનિક બંધ રહેશે. આ ઝોનમાં જો કોઈ દર્દીને ડેન્ટલ ફેસિલિટીની જરૂર હોય તો એમ્બ્યુલન્સ દ્વારા નજીકના ડેન્ટલ ક્લિનિકમાં જઈ સારવાર કરાવી શકશે. રેડ ઝોનમાં ઈમરજન્સી ડેન્ટલ ટ્રીટમેન્ટને પ્રાધાન્ય આપવામાં આવશે,

ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ઈમરજન્સી અને અર્જન્ટ ટ્રીટમેન્ટને અગ્રતા આપવામાં આવશે. જ્યાં સુધી નવી પોલિસી કે ગાઇડલાઇન્સ ન આવે ત્યાં સુધી તમામ દૈનિક અને વૈકલ્પિક ડેન્ટલ કાર્યવાહી સ્થગિત થવી જોઈએ.