દેશના મોટા-મોટા મહાનગરોમાંથી મજૂરો પોતાના વતન જઈ રહ્યાં છે ત્યારે આ મજૂરો એ માટે પોતાના વતને જઈ રહ્યાં છે કે, તેની પાસે હાલ કોઈ કામ નથી. લોકડાઉનના કારણે આ મજૂરો બેરોજગાર થઈ ગયા છે. પૈસા પણ ખત્મ થઈ ગયા છે અને હવે મજૂરો ભૂખ્યા મરે તેવી સ્થિત જોવા મળી રહી છે. એવામાં દેશના તમામ લોકોની નજર કેન્દ્ર સરકાર મંડરાયેલી છે. હવે જોવાનું એ રહ્યું કે, સરકાર લોકડાઉન 4માં કયા વિસ્તાર અને કયા ધંધામાં છૂટછાટ આપશે જેના કારણે દરેક લોકોને કામ મળે અને મજૂરો પોતાના વતન જતા રોકાય.
તમને જણવી દઈએ કે, લોકડાઉન 3ના માત્ર હવે બે જ દિવસ બાકી રહ્યાં છે. 18 મેથી લોકડાઉનના ચોથું ચરણ એટલે લોકડાઉન 4 લાગુ થઈ જશે. એવામાં મોટા સવાલો એ છે કે, નવા રંગ રૂપવાળુ લોકડાઉન કેવું રહેશે? લોકડાઉન 4માં નવા નિયમો શું હોઈ શકે છે? કઈ વસ્તુઓ પર છૂટ મળશે? શું બંધ રહેશે?
પીએમ નરેન્દ્ર મોદીએ 12 મેએ દેશના સંબોધનમાં લોકડાઉન 4નાં સંકેત આપ્યા હતાં. વડાપ્રધાન મોદીની જાહેરાત અનુસાર લોકડાઉનના ચોથા તબક્કામાં કોરોના સામે લડાઇનો સંકલ્પ પણ હશે અને અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે જરૂરી પગલા ભરવામાં આવશે. અત્યાર સુધી રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને જે ભલામણો કરી છે તે અનુસાર
- લોકડાઉન 4માં યાત્રી રેલવે અને ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
- નાના દુકાનદારો અને ધંધાદારીઓને છૂટ આપવાની વાત કરવામા આવી છે એટલે ડિમાન્ડ અને સપ્લાઈની ચેન ફરીથી શરૂ થઈ શકે.
- આની સાથે રાજ્ય, કેન્દ્ર પાસે હોટ સ્પોટની નિર્ધારિત કરવાનો અધિકારી પણ ઈચ્છે છે.
માનવામાં આવી રહ્યું છે કે, કોરોનાને લઈને કડક અમલ હવે ફક્ત કન્ટેનમેન્ટ વિસ્તાર સુધી જ સીમિત રહેશે. દેશમાં કોઈ પણ જગ્યાએ સ્કૂલ, કોલેજ, મોલ અને સિનેમા ખોલવાની છૂટ આપવામાં આવશે નહીં. પરંતુ કોવિડ-19 કન્ટેનમેન્ટ વિસ્તારને બાદ કરતાં દુકાનોને ઓડ ઈવનના આધારે ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે. આ સાથે જ ઈ-કોમર્સ કંપનીઓને કન્ટેનમેન્ટ ઝોનને બાદ કરતાં દરેક જગ્યાએ જરૂરિ સામાનની ડિલિવરી કરવાની મંજૂરી મળી શકે છે.
કયા રાજ્યોએ શું માંગ કરી?
કોરોના વાયરસના કારણે ખરાબ રીતે પ્રભાવિત મહારાષ્ટ્ર મુંબઈના અનેક વિસ્તારો અને પુણેમાં બંધ રાખવાના સખ્ત નિયમો ઈચ્છે છે અને એક રાજ્યમાંથી બીજા રાજ્ય અને એક જિલ્લામાંથી બીજા જિલ્લમાં અવર-જવર પર મુંબઈ સરકાર તેની વિરૂદ્ધમાં છે.
- છત્તીસગઢ પણ રાજ્યની સીમાઓ ખોલવાના વિરોધમાં છે.
- ગુજરાત સરકાર રાજ્યના મુખ્ય શહેરોમાં આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવાના પક્ષમાં છે.
- ટુરિસ્ટ ઉદ્યોગને પાટા પર લાવવા માટે કેરળના રેસ્ટોરન્ટ અને હોટલોને ફરીથી ખોલવાનું સૂચન કર્યું છે.
- બિહાર, ઝારખંડ અને ઓડિશામાં હાલમાં પ્રવાસી મજૂરો પરત ફર્યા બાદ પોઝિટિવ કેસોમાં ઝડપથી વધારો થયો છે અને તેઓ નથી ઈચ્છતાં કે લોકડાઉન ચાલુ રહે અને લોકોની અવર-જવર પર કડક અમલ કરવામાં આવે.
સવાલ એ છે કે લોકડાઉન 4 કેટલા દિવસ માટે લાગૂ થશે?
પંજાબ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આસામ અને તેલંગાણાએ આ સવા પર અલગ-અલગ સૂચનો આપ્યા છે. કોઈ 31 મે સુધી લોકડાઉન લંબાવવાની માંગ કરી રહ્યું છે તો કોઈ 15 જૂન સુધી. હવે અંતિમ નિર્ણય માટે કેન્દ્ર સરકાર મનોમંથન કરી રહી છે. આજ-કાલમાં લોકડાઉન 4ના નવા નિયમો જાહેર થઈ શકે છે.
લોકડાઉન 4 માટે ગુજરાત સહિત અનેક રાજ્યોએ મોકલ્યા પોતાના સૂચનો? કયા રાજ્યો છૂટને લઈને કરી માંગ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 May 2020 12:18 PM (IST)
દેશના મોટા-મોટા મહાનગરોમાંથી મજૂરો પોતાના વતન જઈ રહ્યાં છે ત્યારે આ મજૂરો એ માટે પોતાના વતને જઈ રહ્યાં છે કે, તેની પાસે હાલ કોઈ કામ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -