મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સામાન્ય ઘરેલુ ઉડાન પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. સરકારે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડને સૂચના આપતા કહ્યું કે, 25 મેથી મર્યાદિત વિમાન સેવા જ શરૂ થશે. સરકારના નિર્દેશ અનુસાર જે યાત્રી વિદેશથી ભારત આવ્યા છે, એવા યાત્રીઓને મુંબઈથી અન્ય શહેરમાં પહોંચાડવા માટે, મેડિકલ ઇમરજન્સી સેવા, ફસાલેયા વિધ્યાર્થી તથા ઈમરજન્સી જરૂરી કામના આધાર પર જ કોઈ યાત્રીને યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે.
સરકારે મહારાષ્ટ્રમાં 25મે થી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. રાજ્ય સરકારની લોકડાઉન 4.0 માટે જારી કરેલી ગાઈડલાઈનમાં ફ્લાઈટ અને ટ્રેન ન ચલાવવાના નિર્દેશ છે. હાલ આ ગાઈડલાઈનમાં રાજ્ય સરકારે કોઈ ફેરફાર કર્યો નથી.
મહારાષ્ટ્રના મુંબઈ, પુણે અને નાગપુર એરપોર્ટ પર ઘરેલુ ઉડાન માટે તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ મહારાષ્ટ્ર સરકાર દ્વારા મંજૂરી ન મળતા એરપોર્ટ સ્ટાફ સાથે સાથે મહારાષ્ટ્રથી હવાઈ યાત્રાની યોજના બનાવી રહેલા યાત્રીઓને પણ ઝટકો લાગ્યો છે.