નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની મહામારીને લઈને કેંદ્ર સરકાર દ્વારા લોકડાઉન 17 મે સુધી વધારવામાં આવ્યું છે. દેશમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન માટે અલગ-અલગ ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં આવી છે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ઘણી છૂટ આપવામાં આવી છે.


ગ્રીન ઝોનમાં બધી મોટી આર્થિક ગતિવિધિઓને છૂટ આપવામાં આવી છે. ઓફિસ અને ફેક્ટરીઓ શરતો સાથે શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સિવાય કાર્યસ્થળને સમય-સમય પર સેનિટાઇઝ કરવા પડશે. આ રાહત ફક્ત ગ્રીન ઝોનના વિસ્તારો માટે છે. ગ્રીન ઝોનમાં સાંજે 7 થી સવારે 7 સુધી અવર જવરની મંજૂરી નહીં. બસ ડેપોમાં 50 ટકા કર્મચારીઓથી કામ થશે.

ઓરેન્જ ઝોનમાં ટેક્સી કેબ ફક્ત 1 ડ્રાઇવર અને 2 યાત્રી સાથે મંજૂરી આપવામાં આવશે. ઓરેન્જ ઝોનમાં વ્યક્તિઓ અને વાહનોનું આંતર જિલ્લા અવર જવરને થોડી ગતિવિધિઓ માટે મંજૂરી આપવામાં આવશે. ચાર પૈડાના વાહનમાં વધારેમાં વધારે 2 યાત્રી રહેશે.

રેડ ઝોનમાં ગ્રામીણ ક્ષેત્રોમાં બધા ઓદ્યોગિક અને નિર્માણ ગતિવિધિઓ, જેમાં મનરેગા કાર્ય, ઇટ-ભઠ્ઠા સામેલ છે. તેમને મંજૂરી આપવામાં આવી છે. રેડ ઝોનમાં ઘણા પ્રકારના પ્રતિબંધ રહેશે. ઓટો રિક્ષા, ટેક્સી અને કેબ સેવા ઉપલબ્ધ રહેશે નહીં. અહીં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બસ સેવા પણ બંધ રહેશે. રેડ ઝોનમાં આવતા સ્પા, સલૂનની દુકાન પણ બંધ રહેશે. રેડ ઝોનમાં મોટી સંખ્યામાં અન્ય ગતિવિધિઓની મંજૂરી રહેશે. ગ્રામીણ ક્ષેત્રોમાં બધા ઓદ્યોગિક અને નિર્માણ ગતિવિધિઓ જેમાં મનરેગા કાર્ય સામેલ છે. ખેતીના બધા કામકાજ જેવા કે વાવણી, કાપણી, ખરીદીની મંજૂરી છે.