મહારાષ્ટ્ર સરકારે 31 જૂલાઈ સુધી લોકડાઉન ચાલુ રાખવાની જાહેરાત કરતા કહ્યું કે ઓફિસોમાં મર્યાદિત સ્ટાફ સાથે કામકાજ કરવામાં આવશે. પહેલા જ સમાચાર આવ્યા હતા કે 30 જૂન બાદ રાજ્યમાં લોકડાઉન લાગૂ રહેશે પરંતુ તેમાં કેટલીક શરતો સાથે છૂટ આપવાની વાત કહેવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રદેશની જનતાને સંબોધિત કરતા કહ્યું હતું કે 30 જૂન બાદ પણ રાજ્યમાં લોકડાઉન લાગૂ રહેશે, પરંતુ તેમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવશે. રાજ્યની પરિસ્થિતિને જોતા તેમણે અનલોકિંગ માટે ખૂબ જ સાવધાની રાખવી પડશે.
કાલે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 'એમ ન વિચારો કે 30 જૂન બાદ અચાનક બધુ જ પહેલાની જેમ નોર્મલ થઈ જશે. મારી તમને બધાને અપીલ છે કે ઘરે જ રહો. જ્યાં સુધી ખૂબ જરૂરી ન હોય ત્યાં સુધી ભીડવાળી જગ્યાઓ પર ન જાઓ. ધીમે-ધીમે આપણે અનલોક તરફ વધી રહ્યા છીએ, પરંતુ આપણે ખૂબ જ સાવધાની રાખવી પડશે, પરંતુ એ લોકો પર આધાર રાખે છે કે તેઓ લોકડાઉન ઈચ્છે છે કે નહી.'