કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ રાજ્યમાં લોકડાઉનને 14 જૂન સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણને રોકવા માટે ગુરુવારે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા સરકારે 24 મેથી 7 જૂન સુધી પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 16387 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 30 હજારથી વધારે લોકો આ વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે. 



મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અમે પહેલા 24 મેથી 7 જૂન સુધી કડક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. તેનાથી સંક્રમણ ઓછુ થયું છે, પરંતુ બીમારીનો પ્રસાર ચાલુ જ છે. વિશેષજ્ઞોના સૂચનના આદાર પર પ્રતિબંધોને 14 જૂન સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું અમને આશા છે કે એક સપ્તાહ બાદ સ્થિતિ સારી થશે.


બુધવારે 21 હજારથી વધુ લોકો થયા સાજા



કર્ણાટકમાં બુધવારે કોરોના વાયરસના 16387 નવા કેસ સામે આવ્યા અને 463 લોકોના મોત થયા હતા. રાહતના સમચાર એ છે કે બુધવારે 21999 લોકો સાજા થયા હતા. હાલ રાજ્યમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 2.93 લાખ છે. રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટ મુજબ 2 જૂન સુધી રાજ્યમાં 26 લાખથી વધારે લોકો કોરોના સંક્રમણની ચપેટમં આવી ચૂક્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણનો દર 11.22 ટકા છે. 


દેશમાં આજે કોરોનાની સ્થિતિ


 


કુલ કોરોના કેસ - બે કરોડ 84 લાખ 41 હજાર 986


 


કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 63 લાખ 90 હજાર 584


 


કુલ એક્ટિવ કેસ - 17 લાખ 13 હજાર 413


 


કુલ મોત - 3 લાખ 37 હજાર 989


 


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.18 ટકા છે જ્યારે રિકવરી રેટ 92 ટકાથી વધારે થઈ ગયો છે. એક્ટિવ કેસ ઘટીને 7 ટકાથી ઓછા થઈ ગયા છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.