નવી દિલ્હી: કેંદ્ર સરકારે કોરોના વાયરસના સંકટને લઈને લોકડાઉનનો સમય બે અઠવાડિયા વધારી દીધો છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો 4 મેથી શરૂ થશે અને 17 મે સુધી ચાલશે. આ ત્રીજા તબક્કનાને દેશમાં ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વધારે છૂટ આપવામાં આવી છે જ્યારે રેડ ઝોનમાં પણ કેટલીક સુવિધાઓ આપવામાં આવી છે જે મુજબ દારૂની દુકાનો તમામ ઝોનમાં કેટલાક નિયમો સાથે ખુલશે.


દેશમાં કોરોના મહામારીને જોતા લોકડાઉનનો બીજો તબક્કો 3 મેના સમાપ્ત થઈ રહ્યો હતો આ દરમિયાન દેશના અનેક ભાગમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે કેટલાક ભાગમાં કેસ ખત્મ થઈ રહ્યા છે. એવામાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અન્ય લોકો પણ સામેલ હતા. બેઠક દરમિયાન કોરોના મામલે સમીક્ષા કરવામાં આવી અને ત્યારબાદ નક્કી થયું કે હાલ દેશમાં એવા હાલાત નથી કે સમગ્ર દેશમાં લોકડાઉન ખોલવામાં આવે. કોરોના સામે લડવા માટે લોકડાઉનને આગળ વધારવાની જરૂર છે.

રેડ ગ્રીન અને ઓરેન્જ જિલ્લાની ઓળખ માટે ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 30 એપ્રિલ 2020 જાહેર કરવામાં આવેલા પત્રમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. ગ્રીન ઝોન એવો હશે કે જ્યાં અત્યાર સુધી સંક્રમણનો કોઈ કેસની પુષ્ટી નથી થઈ અથવા છેલ્લા 21 દિવસમાં કોઈ કેસની પુષ્ટી નથી કરવામાં આવી.

રેડ ઝોનના રૂપમાં જિલ્લાનું વર્ગીકરણ કરતા સમયે સક્રિય કેસની કુલ સંખ્યા, કર્ન્ફર્મ કેસ ડબલ થવાનો દર, જિલ્લાથી પ્રાપ્ત પરિક્ષણ જેવી જાણકારીઓને ધ્યાનમાં રાખવામાં આવશે. રાજ્ય સરકાર કોઈ જિલ્લાને રેડ અથવા ઓરેન્જ ઝોનમાં સામેલ કરી શકે છે, પરંતુ કોઈ જિલ્લાના વર્ગીકરણને ઘટાડી નહી શકે જેને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રેડ અથવા ઓરેન્જ ઝોનમાં રાખવામાં આવ્યો હોય.

ગ્રીન ઝોનમાં બધી મોટી આર્થિક ગતિવિધિઓને છૂટ આપવામાં આવી છે. ઓફિસ અને ફેક્ટરીઓ શરતો સાથે શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સિવાય કાર્યસ્થળને સમય-સમય પર સેનિટાઇઝ કરવા પડશે. આ રાહત ફક્ત ગ્રીન ઝોનના વિસ્તારો માટે છે. ગ્રીન ઝોનમાં સાંજે 7 થી સવારે 7 સુધી અવર જવરની મંજૂરી નહીં. બસ ડેપોમાં 50 ટકા કર્મચારીઓથી કામ થશે. ગુજરાતમાં ગ્રીન ઝોનમાં કુલ પાંચ જિલ્લા આવે છે, જ્યાં પાન મસાલાની દુકાનો ખોલવામાં આવશે. આ પાંચ જિલ્લામાં મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા​ નો સમાવેશ થાય છે.

ઓરેન્જ ઝોનમાં ટેક્સી કેબ ફક્ત 1 ડ્રાઇવર અને 2 યાત્રી સાથે મંજૂરી આપવામાં આવશે. ઓરેન્જ ઝોનમાં વ્યક્તિઓ અને વાહનોનું આંતર જિલ્લા અવર જવરને થોડી ગતિવિધિઓ માટે મંજૂરી આપવામાં આવશે. ચાર પૈડાના વાહનમાં વધારેમાં વધારે 2 યાત્રી રહેશે.

રેડ ઝોનમાં ગ્રામીણ ક્ષેત્રોમાં બધા ઓદ્યોગિક અને નિર્માણ ગતિવિધિઓ, જેમાં મનરેગા કાર્ય, ઇટ-ભઠ્ઠા સામેલ છે. તેમને મંજૂરી આપવામાં આવી છે. રેડ ઝોનમાં ઘણા પ્રકારના પ્રતિબંધ રહેશે. ઓટો રિક્ષા, ટેક્સી અને કેબ સેવા ઉપલબ્ધ રહેશે નહીં. અહીં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બસ સેવા પણ બંધ રહેશે. રેડ ઝોનમાં આવતા સ્પા, સલૂનની દુકાન પણ બંધ રહેશે. રેડ ઝોનમાં મોટી સંખ્યામાં અન્ય ગતિવિધિઓની મંજૂરી રહેશે. ગ્રામીણ ક્ષેત્રોમાં બધા ઓદ્યોગિક અને નિર્માણ ગતિવિધિઓ જેમાં મનરેગા કાર્ય સામેલ છે. ખેતીના બધા કામકાજ જેવા કે વાવણી, કાપણી, ખરીદીની મંજૂરી છે.