દેશમાં કોરોના વાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે.  ત્યારે ઓડિશા સરકારે રાજ્યમાં 14 દિવસ લોકડાઉન લંબાવી દીધું છે. હવે રાજ્યમાં 19 મેથી 1 જુન સુધી લોકડાઉન અમલી રહેશે.  ઓડિશામાં નવા કેસોમાં વધારો થતા લોકડાઉનની મુદત વધારવામાં આવી છે.   રાજ્યમાં 19 મેથી 1 જુન સુધી લોકડાઉન રહેશે.  ઓડિશામાં આ પહેલા 5 મેથી 19 મે સુધી 14 દિવસનું લોકડાઉન  હતું. જોકે 19 મેથી શરુ થનારા બીજા લોકડાઉનમાં જરુરી સેવાઓને છૂટ અપાઈ છે.



ભારતમાં હવે કોરોનાના નોંધાનારા નવા કેસની સંખ્યામાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે મોતના આંકડા હજુ પણ વધારે છે. દેશમાં કોરોના મહામારીને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, 3 મેએ રિકવરી રેટ 81.7 ટકા હતો, જે હવે વધીને 85.6 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 4,22,436 લોકો કોરોનાથી રિકવર થયા છે, જે દેશ માટે સૌથી વધુ છે. કોરોનાની રિકવરીમાં એક સ્પષ્ટ સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. તેની સાથે તેમણે કહ્યું કે, કોરોનાના 1 લાખથી વધુ એક્ટિવ કેસ 8 રાજ્યોમાં છે. 10 રાજ્યોમાં 50 હજારથી 1 લાખ સક્રિય કેસ છે. તો 50 હજારથી ઓછા સક્રિય કેસ વાળા 18 રાજ્યો છે. 


સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર કેરલમાં 99,651 કેસ રિકવર થયા છે. માત્ર 8 રાજ્યો એવા છે જ્યાં દરરોજ 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. 26 રાજ્યો એવા છે જ્યાં રિકવરી દરરોજ નવા કેસ કરતા વધુ છે. 



સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવે કહ્યુ કે, 7 મેએ દેશમાં 4,14,000 કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 2,63,000 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા બે દિવસમાં નવા કેસ 3,00,000 થી ઓછા થઈ ગયા છે. 7 મેએ આવેલા કેસના મુકાબલે આજના કેસ 27 ટકા ઓછા છે. માત્ર 69 ટકા કેસ 8 રાજ્યોમાં છે. 22 રાજ્યો એવા છે જ્યાં પોઝિટિવિટી 15 ટકાથી વધુ છે. 5-15 ટકા પોઝિટિવિટી રેટ વાળા 13 રાજ્યો છે. 1 રાજ્યમાં 5 ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ છે. દિલ્હીમાં સાપ્તાહિક પોઝિટિવિટી 25 ટકાથી ઘટીને 13.6 ટકા થઈ ગઈ છે. 


તેમણે કહ્યું કે, દેશમાં સાપ્તાહિક કેસ પોઝિટિવિટી રેટ ઘટીને 16.9 ટકા થઈ ગયો છે. જોકે પોઝિટિવિટી હવે 14.10 ટકા થઈ ગઈ છે.