લુધિયાણાઃ પંજાબમાં કોરોનાના વધી રહેલા સંક્રમણના કારણે રાજ્ય સરકારે લુધિયાણા, જાલંધર અને પટિયાલામાં આગામી ઓર્ડર સુધી આકરા નિયંત્રણ લાદવાનો નિર્ણય કર્યો છે. સરકારે રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બિન જરૂરી કામો માટે કોઈપણ પ્રકારની મૂવમેન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.


પંજાબના સૂચના અને જનસંપર્ક વિભાગે જાણકારી આપી કે, રેસ્ટોરાં, હોટલ તથા અન્ય હોસ્પિટાલિટી યુનિટ્સ સવારે 8.30 કલાક સુધી ખુલ્લી રહેશે. દુકાનો અને શોપિંગ મોલ રાતે 8 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. જ્યારે શરાબની દુકાનો પણ રાત્રે 8.30 સુધી જ ખુલ્લી રહી શકશે. સૂચના અને જનસંપર્ક વિભાગે જણાવ્યું કે, આ સિવાય જરૂરી વસ્તુઓ અને શોપિંગ મોલ રવિવારે બંધ રહેશે.



પંજાબમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા અને તેના કારણે થનારા મોતની સંખ્યા છેલ્લા 16 દિવસોમાં લગભગ બમણી થઈ ગઈ છે. રાજયમાં કુલ મામલામાં લગભગ 55 ટકા મામલા ચાર જિલ્લા લુધિયાણા, જાલંધર, અમૃતસર અને પટિયાલામાંથી સામે આવ્યા છે. ઉપરાંત રાજ્યમાં સંક્રમણના કારણે થયેલા કુલ મોતમાંથી 65 ટકા મોત આ ચાર જિલ્લામાં થયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, પંજાબમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 11,653 છે. જ્યારે 20,180 લોકો સાજા થઈ ગયા છે અને 863 લોકોના મોત થયા છે.

Coronavirus Vaccine: કોરોનાની રસી બનાવી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ રોકાણકારો પાસેથી કેટલું ફંડ એકત્ર કરશે ? જાણો વિગત

ભાજપ શાસિત આ રાજ્યના મુખ્યમંત્રીએ કરી જાહેરાત, સરકારી નોકરીઓ માત્ર રાજ્યના લોકોને જ મળશે