નવી દિલ્હીઃ રેલવેએ Lockdown બાદ આગામી 15 એપ્રિલથી મોટાભાગની ટ્રેન ચલાવવા કમસ કસી છે. જેને લઈ શુક્રવારે રેલવેએ ડ્રાઇવર, ગાર્ડ, સ્ટેશન મેનેજર તથા અન્ય કર્મચારીઓને ટ્રેન ટાઇમટેલબ પણ મોકલી આપ્યું છે. રેલબે વોર્ડે તમામ 17 ઝોનલ રેલવેનને રદ્દ ટ્રેન ચલાવવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
રેલવેના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, 80 ટકાથી વધારે ટ્રેન ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં તમામ રાજધાની, શતાબ્દી, દુરંતો, સુપરફાસ્ટ, મેલ-એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેન સામેલ છે. અધિકારીના જણાવ્યા મુજબ, તમામ ઝોનલ રેલવે અધિકારીઓ દ્વારા ટ્રેન ચલાવવાની તૈયારી કરી લેવામાં આવી છે.
આ ટ્રેનો 14 એપ્રિલે રાતે 12 વાગ્યા બાદ પાટા પર દોડવા લાગશે. લાબા અતંરની ઉપરાંત જરૂરિયાત મુજબ લોકલ તથા પેસેન્જર ટ્રેન પણ ચલાવવામાં આવશે. અધિકારીના જણાવ્યા મુજબ, 21 દિવસના લોકડાઉન બાદ રેલવે તંત્ર ટ્રેન ચલાવવા ઉત્સુક છે. આ માટે કેન્દ્ર સરકારની લીલી ઝંડીની રાહ છે.
કેન્દ્ર સરકાર કોરોનાને ધ્યાનમાં રાખી ઓછી ટ્રેન ચલાવવાનો આદેશ આપશે તો તેનું પણ પાલન કરવામાં આવશે. રેલવે સ્ટેશનો પર અને ટ્રેનમાં દાખલ થતી વખતે મહામારી સામે લેવામાં આવતા પગલાનું પાલન કરવામાં આવશે. જેમાં યાત્રીઓના થર્મલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે.