કોલકત્તાઃ દેશભરમાં ફરી એકવાર સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. આ બધાની વચ્ચે એક ખબર આવી રહી છે કે મમતા બેનર્જીના રાજ્ય પશ્ચિમ બંગાળમાં કોરોનાએ ટેન્શન વધારી દીધુ છે. પશ્ચિમ બંગાળમાં લૉકડાઉની જરૂર પડી છે કેમ કે અહીં દરરોજ કોરોના નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે કોરોના સંક્રમિણના એકાએક 4,512 કેસો સામે આવતા લોકોમાં ગભરાટ પેસી ગયો છે, જે આગળના દિવસની સરખામણીમાં 1,061 કેસો વધુ છે. ગમે ત્યારે અહીં લૉકડાઉન લાદવામાં આવી શકે છે. 


પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં 2,398 કોરોના સંક્રમણના નવા કેસો સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં શુક્રવારે 3,451 કેસો સામે આવ્યા હતા. જેમાં કોલકત્તામાંથી 1,954 કેસો હતા. મહામારીથી મરનારાઓમાં કોલકત્તા તથા ઉત્તર 24 પરગણામાંથી બે-બે લોકો છે. રાજ્યમાં સંક્રમણનો રેટ છેલ્લા દિવસોમાં 8.46 ટકાથી વધીને 12.02 ટકા થઇ ગયો છે. રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગના એક બુલેટીન અનુસાર, કોલકત્તા બાદ ઉત્તર 24 પરણાનામાંથી સર્વાધિક કેસો સામે આવ્યા છે, અને આ સંખ્યા 688 છે, જે છેલ્લા દિવસો કરતા 496 થી વધુ છે. સતત વધી રહેલા કેસોની વચ્ચે રિપોર્ટ છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી આને લઇને આજે લૉકડાઉન લાદવાની જાહેરાત કરી શકે છે, કે પછી અમૂક પ્રકારના પ્રતિબંધો પણ લાગી શકે છે. 


પશ્ચિમ બંગાળમાં કોરોના નવા વેરિએન્ટ ઓમિક્રૉનના બે વધુ કેસો સામે આવ્યા છે. જે પછી રાજ્યમાં આની કુલ સંખ્યા 16 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય અધિકારીએ બતાવ્યુ કે એક સંક્રમિત ઓડિશાથી આવ્યો જ્યારે એક અન્ય વ્યક્તિ રાજ્યના ઉત્તર 24 પરગના જિલ્ના પેટ્રૉપૉલમાં ભારત બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સીમ પર ઓમિક્રૉનથી સંક્રમિત નીકળ્યો હતો. 


આ પણ વાંચો..........


CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી


IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ


નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............


વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા


UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા