આ ઉપરાંત યોગી સરકારે રાજ્યમાં કોરોનાથી સૌથી પ્રભાવિત 15 જિલ્લાને 30 એપ્રિલ સુધી સીલ કરી દીધા છે. તેમાં લખનઉ, આગરા, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધ નગર, કાનપુર, વારાણસી, શામલી, મેરઠ, બરેલી, બુંદલશહેર, ફિરોઝાબાદ, મહારાજગંજ, સીતાપુર અને સહારનપુર જિલ્લાઓ સામેલ છે.
આ જિલ્લાઓમાં સીલ દરમિયાન કોઇપણ દુકાનો નહીં ખુલે, માત્ર આવશ્યક વસ્તુઓની હૉમ ડિલીવરી થશે. આની સાથે માત્ર કરફર્યૂ પાસ વાળાઓને ઘરેથી બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 320ને પાર કરી ગઈ છે.
દેશમાં અત્યાર સુધીમાં 5100થી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને 149 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 400 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે.