જયપુર: તીડના આક્રમણને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખ્યો છે. અશોક ગેહલોતે તીડ નિયંત્રણ માટે પાકિસ્તાનનો સંપર્ક કરી સંકલન સાધવા રજૂઆત કરી છે. આ સાથે તેઓએ જણાવ્યું છે કે જો અન્ય દેશ પણ પગલા ભરશે તો જ તીડ નિયંત્રિત શક્ય બનશે.


રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પત્રમાં લખ્યું છે કે પાકિસ્તાનની સીમાથી જેસલમેર, બાડમેર, જાલોર, બીકાનેર, જોધપુર, ચૂરુ, શ્રીગંગાનગર અને હનુમાનગઢ જિલ્લામાં તીડ સતત આક્રમણ કરી રહ્યા છે. સરકાર તેના માટે પ્રભાવી ઉપાય કરી રહી છે. પરંતુ તેનો આતંક ઓછો થઈ રહ્યો નથી.

ગેહલોતે કહ્યું કે તીડ ચેતવણી સંગઠન ભારત સરકારના અધીન હોવાની સાથે રાજ્યને તીડના પ્રકોપથી બહાર લાવવા માટે રજૂઆત કરી હતી. પ્રગેશના માનવીય ભૌતિક અને ટેકનિક સહયોગ આપવાનો પણ અનુરોધ કરાયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરકાર તીડના નિયંત્રણ માટે સતત પ્રયાસ કરી રહી છે. તેમના સર્વેક્ષણ અને નિયંત્રણ માટે 37 વાહન ઉપલબ્ધ કરાવાયા છે અને સાથે કીટનાશકોને પણ 50 ટકાનું નાણાંકીય મદદ આપવામાં આવશે.

અશોક ગેહલોતે કહ્યું કે રાજ્યમાં આ વર્ષે મે મહિનામાં તીડ આવવાના શરૂ થયા હતા. સામાન્ય રીતે ઓક્ટોબરમાં તેમનું પ્રમાણ ઘટે છે. પરંતુ આ વર્ષે તેનો પ્રકોપ વધ્યો છે. તીડનું આવું આક્રમણ 26 વર્ષ બાદ જોવા મળ્યું છે. જે ખેડૂતો અને વનસ્પતિ માટે ખતરા રૂપ છે.