પાકિસ્તાન તરફથી આવેલા તીડોનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. જે 50 હજાર હેક્ટરમાં ફેલાયેલા પાકને બરબાદ કરી ચૂક્યા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ કરોડો તીડોના ઝૂંડ દરરોજ 200 કિલોમીટર પ્રતિ દિવસની સ્પીડથી ઉડી શકે છે. એક વર્ગ કિલોમીટરના ઝૂંડમાં ચાર કરોડ તીડ હોય છે. જે 24 કલાકમાં કેટલાય હેક્ટર પાકને સાફ કરી શકે છે.
મધ્યપ્રદેશના કટનીમાં તીડના ઝૂંડે ખેતરમાં મોટો આતંક મચાવી રાખ્યો છે. અહીં લાખો તીડ આખા આકાશને ઘેરીને બેઠા છે. વળી રીવામાં પણ તીડના ઝૂંડ આવી ચૂક્યા છે.
આ ઘટના બાદ તંત્રએ તરતજ એક્શન લેતા ખેતરોમાં અને ઝાડ પર કેમિકલનો છંટકાવ કર્યો છે. અહીં પિછોર, ખનિયાધાના, કોલારસ અને બદરવાસના ખેતરોમાં તીડનુ આક્રમણ જોવા મળ્યુ છે. આ જોઇને ખેડૂતોની પરેશાની વધી ગઇ છે. ખેડૂતોનુ માનીએ તો તીડે મોટા પાયે નુકશાન કર્યુ છે.