નવી દિલ્લીઃ લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાના 184 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી દીધી છે. આ યાદીમાં ગુજરાતની પણ એક લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે. ભાજપે ગાંધીનગર લોકસભા બેઠક પરથી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહને પસંદ કરીને ભાજપે દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનું પત્તુ કાપી દીધું છે. અડવાણી ગાંધીનગર લોકસભા બેઠક પરથી 1991, 1998, 1999, 2004, 2009 અને 2014 એમ છ વાર ચૂંટાયા હતા. 1996માં હવાલા કૌભાંડમાં સંડોવણીના કારણે અડવાણી ચૂંટણી નહોતા લડ્યા.
આડવાણીની સીટ પર અમિત શાહની ચૂંટણી લડવાની જાહેરાત બાદ ટ્વિટર પર બે તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. આ બન્ને તસવીરમાં અમિત શાહ લાલ કૃષ્ણ અડવાણીની પાછળ બેસેલા જોવા મળી રહ્યા છે.
પ્રથમ તસવીર 1980ની છે. આ તસવીરમાં નરેન્દ્ર મોદી અને લાલ કૃષ્ણ અડવાણી બેસેલા જોવા મળી રહ્યા છે. જ્યારે અમિત શાહ પાછળ ઉભા જોવા મળી રહ્યા છે. બીજી તસવીર 1991ની છે. જ્યારે લાલ કૃષ્ણ અડવાણી ગાંધીનગરથી ઉમેદવારી ફોર્મ ભરતા જોવા મળી રહ્યા છે. ત્યારે પણ અમિત શાહ હાજર હોય છે.