નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષાને ચૂંટણી મુદ્દો બનાવવા પર વિરોધ કરનારાઓને લઈને બુધવારે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે કેવળ આક્રમક રણનીતિ અપનાવીને જ આતંકવાદનો સફાયો થઈ શકે છે. જે તેઓની સરકારે કર્યું. પાટલિપુત્રમાં એક ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કહ્યું, ‘મહામિલાવટીઓ કહે છે રાષ્ટ્રીય સુરક્ષા કોઈ મુદ્દો નથી. એવું કઈ રીતે હોઈ શકે. જ્યારે આતંકવાદી હુમલાઓના કારણે અનેક સમાન્ય નાગરિકોના મોત થયા છે ?’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલાકોટ એર સ્ટ્રાઈકનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરતા કહ્યું કે, “અમે જે રીતે આતંકીઓને ઘરમાં ઘુસીને માર્યા, તેમનો ખાત્મો થવાનું જ હતું. ” પીએમ મોદીએ સામ પિત્રોડાના નિવેદનને લઈને પણ કૉંગ્રેસની નીંદા કરી હતી અને કહ્યું કે આ 1984મના શીખ વિરોધી દંગાને લઈને વિપક્ષી દળનું અહંકાર દર્શાવે છે. તેઓએ આરજેડીનું નામ લીધા વિના તેમના પર પણ નિશાન સાધ્યું અને સત્તા મેળવવા માટે જાતિ સમર્થનનો ઉલ્લેખ કરવા અને કાર્યકર્તાઓના યોગદાનને નજરઅંદાજ કરીને પરિવારના લોકોને આગળ વધારવાનો આક્ષેપ લગાવ્યો.