Congress: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી રહ્યો છે, મધ્યપ્રદેશના કોંગ્રેસના દિગ્ગજ સુરેશ પચૌરી ભાજપમાં જોડાવવા જઇ રહ્યાં છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુરેશ પચૌરી આજે ભાજપમાં જોડાઇ રહ્યાં છે. કોંગ્રેસ સરકારમાં તેમણે અનેક મંત્રાલયોના કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી. તેઓ સતત ચાર વખત રાજ્યસભાના સાંસદ હતા. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ભોપાલમાં ભાજપ કાર્યાલયમાં સુરેશ પચૌરીનું સ્વાગત કરાશે.


મધ્યપ્રદેશ ભાજપના પ્રમુખ વી.ડી. શર્માએ કહ્યું કે સુરેશ પચૌરી મધ્યપ્રદેશમાં કોંગ્રેસની રાજનીતિના સંત છે. આવી વ્યક્તિનું કોંગ્રેસમાં કોઈ સ્થાન નથી, તેથી તેમને લાગ્યું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કંઈક કામ કરવાની જરૂર છે. આજે તેઓ ભાજપમાં જોડાશે છે.




સુરેશ પચૌરી સાથે બીજેપીમાં જોડાનારાઓમાં પૂર્વ ધાર સાંસદ ગજેન્દ્ર સિંહ રાજુખેડી, ઈન્દોરના ભૂતપૂર્વ ધારાસભ્ય સંજય શુક્લા, પીપરિયાના ભૂતપૂર્વ ધારાસભ્ય વિશાલ પટેલ, અર્જુન પાલિયા અને ભૂતપૂર્વ NSUI પ્રદેશ પ્રમુખ અતુલ શર્માનો સમાવેશ થાય છે.


કેવો રહ્યો સુરેશ પચૌરીનું કાર્યકાળ
સુરેશ પચૌરીએ 1972માં યુથ કોંગ્રેસના કાર્યકર તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને 1984માં રાજ્ય યુવા કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. તેઓ 1984માં રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 1990, 1996 અને 2002માં ફરીથી ચૂંટાયા હતા. સંરક્ષણ, કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન અને સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્ય પ્રધાન તરીકે, તેમણે પક્ષના પાયાના સંગઠન, કોંગ્રેસ સેવા દળના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી.


સુરેશ પચૌરી તેમની રાજકીય કારકિર્દીમાં માત્ર બે વખત ચૂંટણી લડ્યા હતા. 1999 માં, તેમણે ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપની ઉમા ભારતીને પડકાર ફેંક્યો અને 1.6 લાખથી વધુ મતોથી હારી ગયા. આ ઉપરાંત તેમણે શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં મંત્રી અને દિવંગત સીએમ સુંદરલાલ પટવાના ભત્રીજા સુરેન્દ્ર પટવા સામે ભોજપુરથી 2013ની વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા.


કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી કરી જાહેર, જુઓ સંપૂર્ણ લીસ્ટ


લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. 7 માર્ચે યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે શુક્રવારે (8 માર્ચ) પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરીને આને મંજૂરી આપી દીધી છે. કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.



 


વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર ચૂંટણી લડશે


કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 નામ સામે આવ્યા છે. આમાં વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ, મેઘાલયથી વિન્સેન્ટ પાલા અને ત્રિપુરા પશ્ચિમથી આશિષ સાહાના નામ સામે આવ્યા છે.


39 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા


કોંગ્રેસના 39 ઉમેદવારોની આ પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો સામાન્ય વર્ગના છે, જ્યારે 24 ઉમેદવારો પછાત, દલિત, આદિવાસી અને લઘુમતી સમુદાયના છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં CECની બેઠકમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, તેલંગાણા, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને લક્ષદ્વીપની લોકસભા સીટોનો સમાવેશ થાય છે. તેમાંથી હવે 39 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં, બાકીની બેઠકો માટેના ઉમેદવારોના નામને લઈને મંથન ચાલી રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં પાર્ટી ટૂંક સમયમાં તેની બીજી યાદી જાહેર કરશે. તમને જણાવી દઈએ કે, બીજેપીએ 2 માર્ચે 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભાજપની યાદીના 5 દિવસ બાદ કોંગ્રેસની પ્રથમ યાદી આવી છે.  તો યાદી જાહેર કરતા કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે જો સરકાર બનશે તો અમે તમામ વચનો પૂરા કરીશું. અમે તેલંગાણા અને કર્ણાટકમાં આને પૂર્ણ કરી રહ્યા છીએ.