Mission 2024: દેશમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય રાજકીય પાર્ટીઓએ પોતાનો બેઝ બનાવવાનો અને લોકસભા ચૂંટણી માટેની કવાયત હાથ ધરી દીધી છે, લોકસભાની ચૂંટણી માટે ભાજપમાં ટિકિટ મેળવવાની દોડધામ શરૂ થઈ ગઈ છે. પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપના અનેક ધારાસભ્યો ટિકિટની રેસમાં છે. કહેવાઇ રહ્યું છે કે, યોગી સરકારના કેટલાય મંત્રીઓ અને ધારાસભ્યો લોકસભા ચૂંટણી લડવા માંગે છે. લોકસભાની ચૂંટણીમાં ટિકિટ માટે ધારાસભ્યો સાંસદો પર દબાણ કરી રહ્યા છે. તેમના દાવાને કારણે સાંસદોની ટિકિટ જોખમમાં છે. 


સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણી માટે કેટલાય ધારાસભ્યોને ટિકિટ મળવાની ખાતરી છે. ધારાસભ્યો સાંસદો કરતા આગળ નીકળી ગયા છે. દેવરિયા સીટ પરથી બીજેપી ધારાસભ્ય શાલભમણી ત્રિપાઠીનું નામ આગળ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કુશીનગર બેઠક પરથી ટિકિટ મેળવવામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહનું નામ સૌથી આગળ છે.


લોકસભા ચૂંટણીની ટિકીટ લેવા માટે પડાપડી- 
બસ્તીના પૂર્વ ધારાસભ્ય સીપી શુક્લાએ ટિકિટ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. બારાબંકીથી પ્રદેશ મહાસચિવ પ્રિયંકા રાવતનું નામ પણ ટિકિટ મેળવવાની રેસમાં સામેલ છે. ટિકિટના દાવેદારોમાં કાનપુરના ધારાસભ્ય દિનેશ શર્મા અને સ્પીકર સતીશ મહાનાના નામની પણ ચર્ચા છે. ઉત્તર પ્રદેશમાં 80 બેઠકો માટે ચૂંટણીની તૈયારીમાં લાગેલી ભાજપ હવે ઉમેદવારોને જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભાજપે ચૂંટણી જીતવા માટે 80 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે.


કેટલાય મંત્રીઓ અને ધારાસભ્યોના નામ રેસમાં ચાલી રહ્યાં છે આગળ - 
કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓને દરેક ઘરે પહોંચાડવામાં લાગેલા છે. એક મહિના સુધી જન સંપર્ક અભિયાન ચલાવીને લોકોના પ્રતિભાવો લેવામાં આવી રહ્યા છે. મહા જન સંપર્ક અભિયાન અંતર્ગત લોકસભા અને વિધાનસભાઓમાં વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. લોકસભા કક્ષાના કાર્યક્રમમાં જાહેરસભા, પ્રબુદ્ધ પરિષદ, ઉદ્યોગપતિ સંમેલન, પત્રકાર પરિષદ, સોશ્યલ મીડિયા ઈન્ફ્લૂઝર મીટ રાખવામાં આવી છે. વિધાનસભામાં કાર્યકરો સાથે ટિફિન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યો અને સાંસદો માટે ટિફિન બેઠકમાં રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે.