UP Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 પહેલા રાષ્ટ્રીય લોકદળ (RLD)ના પ્રમુખ જયંત ચૌધરીએ NDAમાં જોડાવાની જાહેરાત કરી છે. એનડીએમાં જોડાવાના પ્રશ્ન પર આરએલડીના વડા જયંત ચૌધરીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.જયંત ચૌધરીએ કહ્યું કે મેં મારા તમામ ધારાસભ્યો સાથે વાત કરી છે. અમારે ટુંક સમયમાં નિર્ણય લેવાનો હતો, સંજોગો એવા હતા કે અમે NDA સાથે જવાનું નક્કી કર્યું. જયંત ચૌધરીએ કહ્યું કે અમારા તમામ ધારાસભ્યો અને કાર્યકરો અમારી સાથે છે.


તાજેતરમાં જ મોદી સરકારે જયત ચૌધરીના દાદા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. જે બાદ જયંત ચૌધરીના NDAમાં સામેલ થવાની અટકળો ચાલી રહી હતી. જો કે હવે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ ભાજપ સાથે ગઠબંધન કરશે. તમને જણાવી દઈએ કે અગાઉ જયંત ચૌધરી વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A ગઠબંધનનો હિસ્સો હતા અને SPએ RLDને સાત સીટો પર ચૂંટણી લડવાની ઓફર કરી હતી. 


જ્યારે કેન્દ્ર સરકારે પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી ત્યારે જયંત ચૌધરીએ ભારતના રાષ્ટ્રપતિ અને ખાસ કરીને પીએમ મોદીનો આભાર માન્યો હતો. જ્યારે જયંત ચૌધરીને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભાજપ સાથે જશે તો તેમણે કહ્યું કે, 'હું કયા મોઢે ના પાડું ?' જોકે હવે જયંત ચૌધરીએ પોતે NDAમાં જોડાવાની જાહેરાત કરી છે.


જયંત ચૌધરીનું NDAમાં સામેલ થવું I.N.D.I.A ગઠબંધન માટે મોટો ફટકો હશે. કારણ કે પશ્ચિમ યુપીમાં જયંત ચૌધરીની સારી પકડ માનવામાં આવે છે અને જાટ વોટ બેંક પર તેમનો ઘણો પ્રભાવ છે. જો કે, હવે જોવાનું એ રહે છે કે જયંત ચૌધરીના ભાજપ સાથેના જોડાણની I.N.D.I.A ગઠબંધન પર શું અસર પડશે.