Lok Sabha Election Result:  દેશમાં 18મી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ છે. 97 કરોડ મતદારોએ 543 લોકસભા બેઠકો માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો છે. તેમાંથી ગુજરાતની સુરત લોકસભા સીટ સિવાય 542 સીટો પર નિર્ણય આવતીકાલે એટલે કે 4 જૂન, 2024ના રોજ આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પહેલો ટ્રેન્ડ શરૂ થશે.


ચૂંટણી પંચ (ECI) દ્વારા રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે, જેઓ આવતીકાલે એટલે કે 4 જૂને પારદર્શિતા સાથે અને કોઈપણ અવરોધ વિના મત ગણતરી હાથ ધરશે. લોકસભા ચૂંટણીમાં, મતોની ગણતરી રિટર્નિંગ ઓફિસર (RO) અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (ARO) ની દેખરેખ હેઠળ મોટા હોલમાં થાય છે. આ સિવાય ચૂંટણી પંચ વતી એક વરિષ્ઠ અધિકારી નિરીક્ષક તરીકે તૈનાત છે.


મત ગણતરી શરૂ કરતા પહેલા રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર મતની ગુપ્તતા જાળવવાના શપથ લેશે. મતગણતરી શરૂ થાય તે પહેલા તેઓ મોટેથી બોલીને શપથ લે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જો કે, ખાસ સંજોગોમાં સમય પણ બદલી શકાય છે. સૌ પ્રથમ, બેલેટ પેપર અને ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ (ETPBS) દ્વારા પડેલા મતોની ગણતરી કરવામાં આવશે.


તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે ચૂંટણી ફરજ પર તૈનાત સરકારી કર્મચારીઓ, સૈનિકો, દેશની બહાર ફરજ બજાવતા સરકારી અધિકારીઓ, વૃદ્ધ મતદારો અને નિવારક અટકાયતમાં રહેતા લોકો બેલેટ પેપર અને ETPBS દ્વારા મતદાન કરે છે. આ મતોની ગણતરી કરવામાં અડધો કલાક જેટલો સમય લાગે છે.


સવારે 8-30 વાગ્યા પછી, તમામ ટેબલો પર એકસાથે EVM મતોની ગણતરી શરૂ થાય છે. હોલમાં એક રાઉન્ડમાં 14 ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવે છે.


મતગણતરી કેન્દ્ર પર હાજર રિટર્નિંગ ઓફિસર મતગણતરીનાં દરેક રાઉન્ડ પછી પરિણામ જાહેર કરે છે. ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઈટ પર પણ અપડેટ કરવામાં આવે છે. સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પહેલો ટ્રેન્ડ શરૂ થશે.


તમને જણાવી દઈએ કે દેશની 542 સીટો પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. જેમાંથી ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા હતા.