નવી દિલ્હીઃ પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી અને બી સી ખંડૂરી જેવા પાર્ટીના કદ્દાવર અને વયોવૃદ્ધ નેતાઓને ભાજપે પ્રથમ યાદીમાં સ્થાન આપ્યું નથી. પાર્ટીના આ નિર્ણયથી એવું લાગે છે કે, ભાજપે જૂના દિગ્ગજોને દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. કહેવાય છે કે, કલરાજ મિશ્ર અને ભગત સિંહ કોશિયાલી જેવા વરિષ્ઠ નેતાઓને આ વાતની જાણ થઈ ગઈ હતી કે પાર્ટી તેને ટિકિટ નહીં આપે. આ જ કારણે બન્ને નેતાઓએ લોકસભા ચૂંટણી 2019 ન લડવાની જાહેરાત કીર હતી. કહેવાય છે કે, મુરલી મનોહર જોષીને પણ ટિકિટ આપવામાં નહીં આવે.



પ્રથમ યાદીની વાત કરીએ તો તેમાં ભાજપે ઉત્તરાખંડના ગઢવાલથી પૂર્વ કેન્દ્રીય મંત્રી બીસી ખંડૂરીની જગ્યાએ તીરખ સિંહ રાવત અને નૈનીતાલ સીટ પરથી પૂર્વ મુખ્યમંત્રી ભગત સિંહની જગ્યાએ અજય ભટ્ટને ટિકિટ આપી છે.



જે નેતાઓના પત્તા કપાયા છે તે યાદીમાં લાલ કૃષ્ણ અડવાણીનું નામ પણ સામેલ છે. આડવાણી 1998થી ગુજરાતની ગાંધીનગર સીટથી લડે છે અને જીતાત આવ્યા છે. હવે આ સીટ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહ લોકસભા ચૂંટણી લડશે. ભાજપની પ્રથમ યાદીમાં લગભગ 30 જેટલા સાંસદોને ટિકિટ આપવામાં આવી નથી.