નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર મળ્યા છે. આજે સાંજે ઇલેક્શન કમિશન પ્રેસ કૉન્ફરન્સ કરીને આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.

સુત્રો તરફથી મળતી માહિત અનુસાર, આગામી લોકસભાની ચૂંટણી આજે સાંજે જાહેર થઇ શકે છે. ઇલેક્શન કમિશન એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.



ઉલ્લેખનીય છે કે, 2014ની ચૂંટણીની જાહેરાત 5 માર્ચ 2014ના રોજ થઇ હતી, જેની ટર્મ 2 જૂન 2019ના રોજ પૂરી થઇ જાય છે. નોંધનીય છે કે, 2014માં 7 એપ્રિલથી લઇને 12 મે સુધી નવ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. આ વખતે માનવામાં આવી રહ્યુ છે કે ચૂંટણી સાત તબક્કામાં યોજાઇ શકે છે.