નવી દિલ્હી:  ચૂંટણી આયોગે શનિવારે રાજકીય પક્ષોને ચેતવણી આપતા કહ્યું છે કે પોતાના રાજકીય ફાયદા માટે ચૂંટણી પ્રચારમાં સેનાના જવાનોની તસવીરો અને નામનો ઉપયોગ ના કરે. ચૂંટણીપંચ દ્વારા જારી કરેલા નીવેદનમાં કહ્યું કે રક્ષા મંત્રાલય દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી કે કેટલાક રાજકીય દળ સુરક્ષાદળના જવાનોનો ફોટાનો ઉપયોગી ચૂંટણી પ્રચાર અને રાજનીતિક ફાયદા માટે કરી રહ્યાં છે.


ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આચારસંહિતા લાગુ થયા બાદ આવા કિસ્સામાં કડક કાર્યવાહી કરાશે. ચૂંટણીપંચની આ એડવાઇઝરી રાજકિય પાર્ટીને સતર્ક કરવા માટે જારી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષાદળ દેશી સરહદો, ક્ષેત્ર અને સમગ્ર રાજનીતિક તંત્રનું પહેરો છે. લોકતંત્રમાં તેમની ભૂમિકા નિષ્પક્ષ અને ગેર રાજકિય છે. જેના કારણે આ જરૂરી છે કે ચૂંટણી પ્રચારમાં સુરક્ષાદળોનો ઉલ્લેખ કરતા પક્ષો અને રાજનેતાઓ ધ્યાન રાખે.

રૂપાણી કેબિનેટનું વિસ્તરણઃ જવાહર ચાવડા- યોગેશ પટેલ- ધર્મેન્દ્રસિંહે લીધા મંત્રી તરીકેના શપથ

લોકસભા ચૂંટણી લડશે કે નહી? આ અંગે અલ્પેશ ઠાકોરે શું આપ્યું મોટું નિવેદન?

પુલવામાં આતંકી હુમલા બાદ અનેક રાજકિય પક્ષોએ મંચ પર શહીદ જવાનોના ફોટા લગાવ્યા હતા. તેના બાદ વાયુ સેનાના પાયલટ અભિનંદનની તસવીર ઉપયોગ પણ ચૂંટણી પોસ્ટર અને સોશિયલ મીડિયા અભિયાનમાં કરવામાં આવી રહ્યો છે. જેના પર કેટલાક પક્ષોએ વાંધા પણ વ્યક્ત કર્યો હતો અને આયોગને તેની ફરિયાદ કરવાની વાત કરી હતી.