આ મુલાકાત બાદ સવાલ ઉઠી રહ્યા છે કે શું સપના ચૌધરી ભાજપમાં સામેલ થશે. રવિવારે સપના ચૌધરીએ કહ્યું હતું કે, મનોજ તિવારી પણ એક સારા કલાકાર છે અને આ જ કારણે તેમને મળી રહી છું.
આ પહેલા પ્રિયંકા ગાંધી સાથે સપનાની તસવીર ખૂબ વાયરલ થઈ રહી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે સપના કોંગ્રેસમાં સામલે થઈ છે. રાજ બબ્બરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, હું સપના ચૌધરીનું કોંગ્રેસ પરિવારમાં સ્વાગત કરું છું.
ત્યાર બાદ સપના ચૌધરીએ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, તે લોકસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષ માટે પ્રચાર નહીં કરે. તેમણે પત્રકારોને કહ્યું, હું કોંગ્રેસમાં સામેલ નથી થઈ. અને મારી અને પ્રિયંકા ગાંધી સાથેની તસવીર જૂની છે. જોકે આ મામલે રાજ બબ્બરના સહાયકે સપના ચૌધરીના યૂ ટર્ન પર કંઈ કહ્યું ન હતું. તેમણે સભ્ય ભોર્મ પણ બતાવ્યું જે પાર્ટીમાં સામેલ થવા માટે સપના ચૌધરીએ ભર્યું હતું.