BJP Alliance Meeting: લોકસભા ચૂંટણી-2024ને ધ્યાનમાં રાખીને તમામ મુખ્ય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. વિપક્ષી પાર્ટીઓ ભાજપ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં એકસાથે આવવાના હેતુથી મહાગઠબંધન રચવામાં વ્યસ્ત છે, જ્યારે એનડીએનું બળ પણ વધી રહ્યું છે. આવતી કાલે મંગળવારદેશની રાજનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ એક જ દિવસે જ્યાં દિલ્હીમાં NDAની બેઠક બોલાવવામાં આવી છે, ત્યારે બીજી બાજુ વિરોધ પક્ષોની બીજી બેઠક પણ બેંગલુરુમાં યોજાવા જઈ રહી છે.


એનડીએની બેઠક અંગે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, આવતીકાલે ભાજપના નેતૃત્વમાં એનડીએની બેઠક યોજાશે છે. જેમાં 38 પાર્ટીઓ ભાગ લેશે. છેલ્લા 9 વર્ષમાં NDAના તમામ પક્ષોએ PM મોદીના નેતૃત્વમાં NDAના વિકાસના એજન્ડા, યોજનાઓ, નીતિઓમાં રસ દાખવ્યો છે. એનડીએ તરફ પાર્ટીઓ ઉત્સાહ સાથે આવી રહી છે.


જેપી નડ્ડા વિપક્ષ પર વરસી પડ્યા


વિપક્ષની બેઠક પર કટાક્ષ કરતા નડ્ડાએ કહ્યું હતું કે, અમારું ગઠબંધન સત્તા માટે નથી, સેવા માટે છે. જ્યાં સુધી યુપીએની વાત છે તો તે ભાનુમતીનો કુનબો છે. તેમની પાસે નાતો કોઈ નેતા છે કે ના તો કોઈ નીતિ. નિર્ણય લેવાની શક્તિ પણ તેમની પાસે નથી. આ એક કૌભાંડીઓનું ટોળું છે.


"PM મોદીના નેતૃત્વએ એક મિસાલ પુરી પાડી"


મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા બીજેપી અધ્યક્ષે કહ્યું હતું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ અમે 28 લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. અમે લગભગ 4-5 લાખ કરોડ રૂપિયાનું લીકેજ બંધ કર્યું છે. આ ઉપરાંત ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ વધ્યો છે, જેનાથી પારદર્શિતા આવી છે. કોવિડ મેનેજમેન્ટમાં પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વમાં એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 9 વર્ષમાં યોજનાઓ ગામડાઓ, ગરીબો, શોષિતો, પીડિતો, વંચિતો, દલિતો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો પર કેન્દ્રિત છે. તેના કારણે અમને તેમના સશક્તિકરણમાં ઘણી સફળતા મળી છે. છેલ્લા 9 વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં મજબૂત નેતૃત્વ જોવા મળ્યું છે, જેની દેશે પ્રશંસા પણ કરી છે અને ખૂબ જ સકારાત્મક વાતાવરણ સર્જાયું છે.


આ મોટા પક્ષો બેઠકમાં સામેલ થશે


દિલ્હીમાં યોજાનારી એનડીએની બેઠકમાં ઘણા વર્તમાન અને નવા સહયોગી હાજર રહેશે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની આ બેઠકમાં શિવસેના, NCPનું અજિત પવાર જૂથ, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસ્પા), હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર), રાષ્ટ્રીય લોક જનતા દળ (RLJD), AIADMK, પવન કલ્યાણની જનસેના સહિત અનેક નેતાઓએ હાજરી આપી હતી. અન્ય મોટી પાર્ટીઓ ભાગ લેશે. આમ કુલ મળીને 38 પાર્ટીઓ NDAની આ બેઠકમાં ભાગ લેશે. 


https://t.me/abpasmitaofficial