Elecion Result 2024: દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપને દીવ-દમણમાં મોટો ઝટકો લાગ્યો છે. દીવ દમણ બેઠક પરથી ભાજપના લાલુ પટેલની હાર થઈ છે. અપક્ષ ઉમેદવાર  પટેલ ઉમેશભાઈ બાબુભાઈની જીત થઈ છે. તેમને 34810 મત મળ્યા છે. જ્યારે  ભાજપના લાલુભાઈ પટેલને 32254 મત મળ્યા છે. કૉંગ્રેસના કેતન પટેલને 9159 મત મળ્યા છે. 


યુપી (Uttar Pradesh)માં મોટો ફટકો


દેશના સૌથી મોટા રાજકીય રાજ્ય એટલે કે ઉત્તર પ્રદેશમાં ભાજપે 2019ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)માં 62 બેઠકો જીતી હતી. એવું માનવામાં આવતું હતું કે 2024ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)માં ઉત્તર પ્રદેશ ભાજપ (BJP)ની રાજકીય હેટ્રિકમાં સૌથી વધુ ફાળો આપશે. ઉત્તરપ્રદેશમાં સપાનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. 


ચૂંટણી પંચના આંકડામાં ભાજપ-કૉંગ્રેસ કેટલી બેઠકો પર આગળ


લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના ડેટા પર નજર કરીએ તો અત્યાર સુધી 543માંથી 529 સીટો માટે ટ્રેન્ડ જાહેર કરવામાં આવ્યો છે. આમાં પણ ભાજપ 229 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 98 બેઠકો પર આગળ છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.


જો ગઠબંધન દ્વારા જીતેલી સીટોની વાત કરીએ તો એનડીએ ગઠબંધન 298 સીટો પર આગળ છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન હાલમાં 224 સીટો પર આગળ છે. ઈન્ડિયા ગઠબંધનને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ફાયદો થતો જણાય છે. અહીં પાર્ટી લગભગ 40 સીટો પર આગળ વધતી જોવા મળી રહી છે. 


ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવની પાર્ટી સપાનું પ્રદર્શન ખૂબ જ ચોંકાવાનારુ રહ્યું છે. અહીં ભાજપને મોટો ઝટકો લાગી રહ્યો છે. સપા 30થી વધુ બેઠકો પર આગળ છે.  


રાજસ્થાનમાં ભાજપને ઝટકો લાગી શકે


સમગ્ર દેશની નજર રાજસ્થાનની 25 લોકસભા સીટો પર છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે કુલ 56 મતગણતરી નિરીક્ષકોની નિમણૂક કરી છે. NDA 13 બેઠકો પર આગળ છે. ઈન્ડિયા ગઠબંધન 12 બેઠકો પર આગળ છે જ્યારે અન્ય 3 બેઠકો પર આગળ છે. મતગણતરીના શરુઆતના વલણોમાં  કૉંગ્રેસનું પ્રદર્શન  રાજસ્થાનમાં ખૂબ જ સારુ જોવા મળી રહ્યું છે. 


તમિલનાડુમાં ભાજપનું પ્રદર્શન નિરાશાજનક


તમિલનાડુની તમામ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ડીએમકેને બમ્પર જીત મળી હતી. આ પાર્ટીએ 39માંથી 38 બેઠકો કબજે કરી હતી. આ વખતે બીજેપી અન્નામલાઈના નેતૃત્વમાં ચૂંટણીમાં ઉતરી છે. તમિલનાડુમાં ફરી એક વખત ડીએમકેનો દબદબો જોવા મળી રહ્યો છે.