નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. એવામાં ભાજપે એર સ્ટ્રાઈકના મામલે લાભ લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. અલગતતાવાદીઓ અને આતંકીઓ માટે તેમનો પક્ષ અને નરેન્દ્ર મોદીનું વલણ કેવું છે, એ બતાવવા માટે ભાજપે મોદીનો 27 વર્ષ જૂનો વીડિયો શેર કર્યો છે.


‘શેર કે તેવર નહીં બદલતે’ નામથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક બાજુ મોદીનું એ ભાષણ છે જે તેમણે 24 જાન્યુઆરી 1992ના રોજ લાલ ચોક પર જતા પહેલા આપ્યું હતું. બીજી બાજુ 4 માર્ચ 2019ના રોજ જનસભાનું ભાષણ છે જેમાં તે પાકિસ્તાન પર થયેલ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરી રહ્યા છે.



નોંધનીય છે કે, જમ્મૂ કાશ્મીરના લાલ ચૌક પર તિરંગો લેહરાવવો 1992માં રાજનીતિના કેન્દ્રમાં હતું. તે સમયે આતંકીઓએ ધમકી આપી હોવા છતાં મોદીએ ભાજપના સીનિયર નેતા મનોહર જોશી વગેરે સાથે લાલ ચૌક પર તિરંગો લહેરાવ્યો હતો.