નવી દિલ્હી: લોકસભામાં કોણ ક્યાં કઇ સીટ પર બેસશે તેના માટે આજે લોકસભા અધ્યક્ષે ઓમ બિરલાએ નવી બેઠક વ્યવસ્થાને મંજૂરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહેલા નંબરની સીટ ફાળવવામાં આવી છે. મોદી કેબિનેટમાં સામેલ ગૃહમંત્રી અમિત શાહ, કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદ અને મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને લોકસભામાં પ્રથમ હરોળમાં જ સ્થાન આપવામાં આવ્યું છે.


પીએમ મોદીની સાથે સ્થાન મેળવનારા આ ત્રણેય નેતા ગત વખતે લોકસભાના સભ્યો નહોતા. તેઓ રાજ્યસભામાંથી ચૂંટાઈને આવ્યા હતા. અમેઠીની સાંસદ સ્મૃતિ ઇરાની માટે સંસદમાં પ્રથમ હરોળમાં બેસવાનો પહેલો મોકો છે.  પીએમ મોદીની કતારમાં સ્થાન મળવું તેમના માટે ભાજપની રાજનીતિમાં કદ વધવા જેવું છે.

મોદીની બાજુમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ત્રીજા નંબરની સીટ ગૃહમંત્રી અમિત શાહને ફાળવવામાં આવી છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 467 નંબરની સીટ પર બેસશે. જ્યારે સોનિયા ગાંધી 457 નંબરની સીટ પર અને કૉંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન  ચૌધરી 458 નંબરની સીટ પર બેસશે.

VIDEO: શાહિદ આફ્રિદીએ મેદાન પર જ આ PAK ખેલાડીને કહ્યો ‘પાગલ’, જાણો શું હતું કારણ

પૃથ્વી શૉ પર પ્રતિબંધ લાગતા ફરી એક વખત વાયરલ થયું આર્ચરનું 4 વર્ષ જૂનું ટ્વિટ, જાણો કોને લઈ કર્યું હતું ટ્વિટ

હાર્દિક પટેલે અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર થયા બાદ શું આપ્યું મોટું નિવેદન, જાણો વિગત