નવી દિલ્હી: અલ્લાહબાદ હાઈકોર્ટેના જજ જસ્ટિસ એસ એન શુક્લા ભ્રષ્ટાચારના એક મામલામાં ફસાતા નજર આવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ સીબીઆઈને તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની મંજૂરી આપી દીધી છે. એવું પ્રથમ વાર બનશે કે કોઈ તપાસ એજન્સી કોઈ ફરજ પર હોય તેવા જજ વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ કરશે. જસ્ટિસ શુક્લા પર એક મેડિકલ કૉલેજને ફાયદો પહોંચાડવા માટે ખોટો આદેશ આપવાનો આરોપ છે.


2017માં હાઈકોર્ટેની લખનઉ બેન્ચના જજ જસ્ટિસ શુક્લાએ એક મેડિકલ કૉલેજને 2017-18ના સત્ર માટે વિદ્યાર્થીને એડમિશન આપવાની મંજૂરી આપી દીધી હતી. જે સુપ્રીમ કોર્ટ તરફથી એડમિશન માટે નક્કી કરેલી સમય સીમાથી ઉપર તે કૉલેજને એડમિશન માટે મંજૂરી આપી હતી. યૂપીના એડવોકેટ જનરલે સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને તેની જાણકારી આપી હતી. જેના બાદ જસ્ટિસ મિશ્રાએ આ મામલાને ગંભીરતાથી લેતા એક આંતરિક તપાસ કમિટી બનાવી હતી.

અલગ અલગ હાઈકોર્ટના ત્રણ વરિષ્ઠ જજોની કમિટી આ મામલે જસ્ટિસ શુક્લાનો જાણીજોઈને ખોટું આચરણ કરવાનો રિપોર્ટ આપ્યો હતો. ત્યાં સુધી આ મામલે ન્યાયપાલિકાને પ્રભાવિત કરવા માટે લાંચના આરોપો સામે આવી ચુક્યા હતા. ચીફ જસ્ટિસે જસ્ટિસ શુક્લાને ખુદ પદ પરથી ખસી જવા કહ્યુ હતું. તેમના ઇનકાર બાદ 22 જાન્યુઆરી 2018ના રોજ ન્યાયિક કામ લઈ લેવામાં આવ્યા હતા.  એટલે કે એક રીતે તેમને રજા પર મોકલી દેવામાં આવ્યા.

નિયમિત કેસ દાખલ થયા બાદ એ સ્પષ્ટ છે કે હવે જરૂરત પડવા પર જસ્ટિસ એસ એન શુક્લાની ધરપકડ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં જસ્ટિસ શુક્લાએ ચીફ જસ્ટિસને પત્ર લખીને કોર્ટનું કામ ફરી સોંપવાની વિનંતી કરી હતી, જેનો ચીફ જસ્ટિસે ઇનકાર કરી દીધો હતો. ચીફ જસ્ટિસે વડાપ્રધાનને પત્ર લખીને જસ્ટિસ શુકલાને પદ પરથી હટાવવા માટે સંસદમાં પ્રસ્તાવ મુકવાની ભલામણ કરી છે.