Weight Loss: આજના સમયમાં  ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. હવે પુરુષોની સાથે મહિલાઓ પણ તંદુરસ્તીને લઈને સજાગ છે. મહિલાઓએ તમામ ઉંમરમાં પોતાને ફીટ રાખવા વર્કઆઉટ્સ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. જો કે,કોઈપણ ફીટનેસ ટ્રેનર વિના જિમ અથવા કસરત કરવા કરતા પ્રોપર રીતે વર્કઆઉટ કરવું જરૂરી છે. દિવસમાં કેટલો સમય વ્યાયામ કરવો જોઈએ. એ જાણવુ જરૂરી છે. ફીટ રહેવા માટે તમારે કેટલા સમય સુધી વર્કઆઉટ કરવાની જરૂર છે?  જાણીએ 


વજન ઘટાડવા માટે થતી એક્સરસાઇઝ
મોટાભાગની સ્ત્રીઓ વજન ઘટાડવા માટે કસરત કરે છે. આ માટે તમારે દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની કસરત અથવા કોઈ શારીરિક પ્રવૃત્તિ કરવાની જરૂર છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો અઠવાડિયામાં 200 થી 300 મિનિટ સુધી કસરત કરવી જરૂરી છે. લાઇટ વર્કઆઉટ્સ વજન ઘટાડશે નહીં. તમારે દરરોજ 30 મિનિટ દોડવું અથવા ઝડપી ચાલવું જોઈએ. 30 મિનિટ પરસેવો પાડતી હાર્ડ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. 


સ્ટ્રેન્થ ટ્રેનિગ કેટલો સમય કરશો
આજકાલ મહિલાઓ સ્ટ્રેન્થ ટ્રેનિગ  તરફ ધ્યાન આપી રહી છે અને યુવા મહિલાઓમાં મસલ્સ સ્ટ્રેનથિંગનો ખૂબ જ ટ્રેન્ડ છે. . આવી સ્થિતિમાં, જે મહિલાઓ મસસ્લ સ્ટ્રેન્થ કરવા માંગે છે, તેઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ મસલ્સને કસરત મળે તેવી એકસરસાઇઝ કરવી  જોઈએ. એવું વર્કઆઉટ કરવું જોઇએ કે, જેમાં 12 થી 15 વખત તમારા મસલ્નને થાક લાગે . જો કે  ધ્યાનમાં રાખો કે આ પ્રકારની કસરત ફિટનેસ ટ્રેનર હેઠળ કરવી જોઇએ.  


એરોબિક્સ કેટલો સમય કરશો
આજકાલ ફિટ રહેવા માટે મહિલા એરોબિક્સ પણ ખૂબ કરી રહી છે. એરોબિક્સ ખૂબ મજેદાર એક્સરસાઇઝ છે. જેમાં ફન પણ છે. આ એક્સરસાઇઝ મહિલાઓને ખૂબ જ પસંદ આવે છે. એરોબિક્સ હાર્ટ માટે પણ ફાયદાકારક છે. જો આપ એરોબિક્સ કરો છો તો આપે એક સપ્તાહમાં 75થી 100 મિનિટ સુધી તેને કરવું જોઇએ. આ સિવાય આપે રોજ 15-20 મિનિટ ડાન્સિગ, જુંબા, સ્વિમિંગ અથવા સાયક્લિંગ કરવું જોઇએ. 


ફિટનેસ માટે કેટલો સમય વર્કઆઉટ કરશો
જો આપ માત્ર ફિટનેસ માટે વર્કઆઉટ કરવા ઇચ્છતાં હો તો દરરોજ 30 મિનિટ વોક કરવું જરૂરી છે. એક સપ્તાહમાં 200 મિનિટ વોક કરવું જોઇએ તેનાથી બોડી ફલેક્સિબલ બને છે અને એક્ટિવ રહે છે. ફિટનેસ માટે 30થી 35 મિનિટ ડેઇલી વોક કરવું જોઇએ. 


.


 


.