Delhi News:  દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા દેશ છોડીને ન જાય તે માટે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ગઈકાલે સિસોદીયાએ પ્રેસ કોન્ફરન્સમાં ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના માધ્યમથી જણાવ્યું, CBIએ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં નામ આવેલા  દિલ્હીના Dy CM મનીષ સિસોદિયા સહિત તમામ આરોપીઓ સામે લુક આઉટ સર્ક્યુલર (LOC) બહાર પાડ્યું છે






દેશની રાજધાની દિલ્હીમાં જ્યાં એક તરફ સીબીઆઈએ દારૂની નીતિને લઈને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા છે. તો એ જ સમયે અમેરિકાના પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સમાં દિલ્હીમાં શિક્ષણને લઈને એક લેખ છપાયો. તેમાં મનીષ સિસોદિયાની તસવીર પણ છપાઈ હતી. આ પછી આમ આદમી પાર્ટી (AAP) અને બીજેપી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો.


ભાજપના નેતાઓએ તેને પેઇડ ન્યૂઝ ગણાવ્યા. આ મામલે ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે દિલ્હીની શિક્ષણ પ્રણાલી પર તેની સ્ટોરી ગ્રાઉન્ડ રિપોર્ટિંગના આધારે લખી હોવાનું જણાવી પેઇડ ન્યૂઝના આરોપોને પણ ફગાવી દીધા છે.


ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે શું કહ્યું


ન્યૂયોર્ક ટાઈમ્સે એનડીટીવી સાથે વાત કરતા કહ્યું કે દિલ્હીની શિક્ષણ પ્રણાલીને સુધારવાના પ્રયાસો અંગેનો અમારો અહેવાલ નિષ્પક્ષ અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ પર આધારિત છે. શિક્ષણ પ્રણાલી એ એક મુદ્દો છે જેને ન્યૂયોર્ક ટાઇમ્સ વર્ષોથી આવરી લે છે. ન્યૂયોર્ક ટાઈમ્સમાં પત્રકારત્વ હંમેશા સ્વતંત્ર, રાજકારણ અથવા જાહેરાતકર્તાના પ્રભાવથી મુક્ત રહ્યું છે.









આ મામલે રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ આમને-સામને છે. એક તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા સમાચાર બાદ સીબીઆઈએ દરોડા પાડ્યા હતા, જ્યારે બીજેપીએ તેને પેઈડ ન્યૂઝ ગણાવ્યું છે. બીજેપી નેતા પરવેશ વર્માએ ન્યૂયોર્ક ટાઈમ્સ અને ખલીજ ટાઈમ્સ વિશે દાવો કર્યો હતો કે બંને અખબારોમાં છપાયેલા લેખો સમાન હતા, તેથી તે આયોજિત અહેવાલની હાંસી ઉડાવે છે. બીજી તરફ, AAP નેતા સૌરભ ભારદ્વાજે આરોપોનું ખંડન કર્યું અને કહ્યું કે એવું બિલકુલ નથી અને ખલીજ ટાઈમ્સમાં પ્રકાશિત થયેલો અહેવાલ ન્યૂયોર્ક ટાઈમ્સના સૌજન્યથી છે.