Rahul Gandhi News: મણિપુર પ્રવાસે ગયેલા લોકસભામાં વિપક્ષના ( Lop Loksabha Rahul Gandhi Manipur visit) નેતા રાહુલ ગાંધીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મણિપુરમાં જે થઈ રહ્યું છે, તે તેમણે દેશમાં ક્યાંય જોયું નથી. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે પીએમ મોદીએ મણિપુર આવવું જોઈતું (I urge PM Modi to visit Manipur) હતું. તેમને વિનંતી છે કે તેઓ આવીને લોકોને આશ્વાસન આપે.


કોંગ્રેસ નેતાએ કહ્યું, અહીં એક મોટી દુર્ઘટના બની છે. આ વખતે મને સ્થિતિ સારી થવાની અપેક્ષા હતી પરંતુ એવું બિલકુલ નથી. દુઃખની વાત છે કે પરિસ્થિતિ સારી નથી થઈ. નફરત અને હિંસા દ્વારા આગળ વધવાનો કોઈ રસ્તો નથી. પ્રેમ અને ભાઈચારો દ્વારા બહાર નીકળવાનો માર્ગ છે, પરંતુ હું પીએમને વિનંતી કરું છું કે તેઓ અહીં આવે અને લોકોમાં વિશ્વાસ જગાડે.


'શાંતિની જરૂરિયાત'


તેમણે વધુમાં કહ્યું, "મેં પીડિતો સાથે વાત કરી. શાંતિ એ સમયની જરૂરિયાત છે. દેશમાં અહીં જે થઈ રહ્યું છે તેવું મેં કંઈ જોયું નથી. ( Rahul says I came here to listen to them, to build confidence in them) હું મણિપુરના લોકોને કહેવા માંગુ છું કે હું તમારા ભાઈની જેમ અહીં આવ્યો છું. હું આ મુદ્દા પર રાજનીતિ કરવા માંગતો નથી તે કરવા માટે અમે તૈયાર છીએ.






રાહુલ ગાંધીએ કયા વિસ્તારોની મુલાકાત લીધી?


રાહુલ ગાંધીએ સોમવારે મણિપુરના જીરીબામ અને ચુરાચંદપુર જિલ્લામાં રાહત શિબિરોની મુલાકાત લીધી અને ત્યાં રહેતા લોકો સાથે (Rahul Gandhi says i visited the camps and heard the people there, heard their pain) વાતચીત કરી. રાજ્યમાં મેઇતેઈ અને કુકી સમુદાયના લોકો વચ્ચે ગયા વર્ષે મે મહિનામાં જાતિય હિંસા શરૂ થઈ હતી. આમાં 200 થી વધુ લોકોના મોત થયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે પહોંચેલા ગાંધીએ રાહત શિબિરોમાં રહેતા લોકો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી. કોંગ્રેસે રાજ્યમાં બે લોકસભા બેઠકો જીતી છે. આ પછી રાહુલ ગાંધી પહેલીવાર મણિપુર આવ્યા હતા.