કન્નોજઃ પ્રેમ પ્રકરણમાં કેવા કેવા અંત આવે છે, ક્યારેય પ્રેમીકા ફસાય જાય છે તો ક્યારેય પ્રેમી ફસાઇ જાય છે. આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશમાંથી સામે આવ્યો છે. અહીં પ્રેમીકાના પરિવારે પ્રેમીને બરાબરનો પોલીસ ઝંઝટમાં ફસાઇ દીધો. રિપોર્ટ પ્રમાણે, અહીં એક પ્રેમી યુવક પોતાની પ્રેમીકાને મળવા તેને ઘરે પહોંચ્યો હતો, અને ત્યાં તે પ્રેમીકાના પરિવારના હાથે પકડાઇ ગયો અને માર ખાવાનો વારો આવ્યો, એટલુ જ નહીં પ્રેમીકાના પરિવારે પોલીસના હવાલે કરીને તેના પર ચોરીનો આરોપ પણ નાંખી દીધો. 


શું છે આખો મામલો-
મંગળવારે રાત્રે લગભગ બે વાગે અહીં કન્નોજ નજીકના એક ગામમાં પ્રેમી પોતાની પ્રેમીકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. મોડી રાત્રે તે પ્રેમિકાના ઘરે પ્રેમીકા સાથે યુવક શરીર સુખ માણી રહ્યો હતો, આ દરમિયાન ત્યાં પ્રેમિકાના પરિવારજનો આવી ગયો, પ્રેમિકાના પરિવારે તેને પકડી પાડ્યો. બાદમાં તેને ત્યાં જોરદાર માર મારવામાં આવ્યો. આ પછી યુપી -112 પર કૉલ કરીને પરિવારે પોલીસ બોલાવી, પોલીસ આવ્યા બાદ પરિવારજનોએ યુવક પર ચોરી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ મામલાને લઇને બન્ને પક્ષો વચ્ચે બુધવારે દિવસભર પંચાયત ચાલી હતી. પરંતુ મોડી રાત્ર સુધી પણ નિકાલ ના આવ્યો. પોલીસે આ મામલે કહ્યું કે કેસ થયા પછી તેની તપાસ કરવામાં આવશે.


પ્રેમી સહિત પ્રેમિકાને પકડી-
યુપીમાં બીજો એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પ્રેમી સાથે પ્રેમિકા ઘર છોડીને ભાગી ગઇ હતી. આ કેસમાં જિલ્લાના ગુરસહાયગંજ વિસ્તારમાં ઘરેથી ભાગેલી એક કિશોર પોલીસે પ્રેમી સાથે પકડી લીધી હતી. જ્યારે બીજા આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે તે રાજસ્થાન પહોંચ્યા છે. અહીં જયપુરથી તેને પ્રેમી સહિત પકડી લેવામા આવ્યા હતા, જ્યારે બીજો સાથી સંતોષ કુમાર ત્યાંથી ફરાર થઇ ગયો હતો, તેની સાથે બન્ને કિશોરીઓ પણ હતી.