લખનઉઃ નાગરિકતા સંશોધન કાનૂન (CAA)ના સમર્થનમાં મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉણાં એક જનસભા કરી હતી. જ્યાં તેમણે ભાષણની શરૂઆત ભારત માતા કી જયના નારા સાથે કરી હતી. તેમણે નાગરિકતા કાનૂનને લઈ થઈ રહેલી હિંસા માટે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા હતા.

નાગરિકતા કાનૂન નહીં લેવામાં આવે પરત

અમિત શાહે કહ્યું, હું આજે ડંકાની ચોટ પર કહેવા આવ્યો છું કે જેમણે વિરોધ કરવો હોય તે કરે, CAA પરત નહીં લેવામાં આવે. હું વોટ બેંકના લોભી નેતાઓને કહેવા માગું છું કે, તમે તેમના કેમ્પમાં જાવ, ગઈકાલ સુધી જેઓ સો-સો હેકટરના માલિક હતા તેઓ આજે એક નાની ઝૂંપડીમાં પરિવાર સાથે ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે. દેશમાં જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, આગચંપી થઈ રહી છે, વિરોધ-પ્રદર્શન થઈ રહ્યા છે તે માટે એસપી-બીએસપી, કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ જવાબદાર છે. તેમાં કોઈની પણ નાગરિકતા છીનવી લેવાની જોગવાઈ નથી. આ બિલની અંદર નાગરિકતા આપવાની જોગવાઈ છે.


રામ મંદિરને લઈ શું કહ્યું શાહે

અયોધ્યામાં રામ મંદિરને લઈ અમિત શાહે કહ્યું, કોંગ્રેસ જ્યાં સુધી સત્તામાં હતી ત્યાં સુધી અયોધ્યમાં પ્રભુ શ્રીરામનું મંદિર નહોતું બનવા દીધું. કોર્ટમાં કપિલ સિબ્બલ ઉભા થઈને કેસમાં વિક્ષેપ નાંખતા હતા. મોદી સરકાર આવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં કેસ ઝડપથી ચાલ્યો અને હવે અયોધ્યામાં ગગનચૂંબી શ્રીરામનું મંદિર બનવાનું છે.


કોંગ્રેસના કારણે દેશના થયા બે ટુકડા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કોંગ્રેસના પાપના કારણે ધર્મના આધારે ભારતના બે ટુકડા થયા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં લઘુમતીઓની સંખ્યા ઘટતી રહી છે. આ લોકો ક્યાં ગયા? કેટલાક લોકોને મારી નાંખવામાં આવ્યા, કેટલાકનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવાયું, ત્યારથી શરણાર્થીઓના આવવાનો સિલસિલો શરૂ છે. નરેન્દ્ર મોદીએ વર્ષોથી યાતના વેઠતાં આવા લોકોને તેમના જીવનમાં નવો અધ્યાય શરૂ કરવાનો મોકો આપ્યો છે.

ગાંધી જયંતીના દિવસે થયા બળાત્કાર

અમિત શાહે કહ્યું, ભારતના ભાગલા બાદ કરોડ હિન્દુઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં રહી ગયા,શીખ, જૈન, બૌદ્ધ, પારસી પણ ત્યાં રહી ગયા. મેં તેમનું દર્દ અનુભવ્યું છે. મહાત્મા ગાંધીની જયંતી પર એક હજાર માતા-બહેનો પર બળાત્કાર કરવામાં આવે છે, તેમને જબરદસ્તીથી નિકાહ પઢાવાય છે. હજારોની સંખ્યામાં મંદિર-ગુરુદ્વારા તોડવામાં આવે છે. અફઘાનિસ્તાનની અંદર ગૂંગનચૂંબી મૂર્તિને તોપગોળાથી ખંડિત કરવામાં આવી હતી.

લગ્નના બંધનમાં બંધાયો ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી, PIC શેર કરી લખ્યો રોમાંટિક મેસેજ