મધ્યપ્રદેશના જબલપુરની સરકારી ગાંધી હોસ્પિટલમાં સેવા આપતી 48 વર્ષિય મહિલા ડોક્ટરે કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ લીધા હતા. જો કે વેકિસનેટ થયા બાદ તેમને કોરોનાનું સંક્રમણ લાગતા અનેક સવાલ ઉભા થવા સ્વાભાવિક છે. 


મહિલા ડોકટરે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ 16 જાન્યુઆરીએ લીધો હતો. જ્યારે બીજો ડોઝ 1 માર્ચે લીધી હતો. તેમને કોરોનાના સામન્ય લક્ષણો જણાતા, કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિલ હોવાથી તે હોમ ક્વોરોન્ટાઇન થયા છે.


આ મામલે ડોક્ટરના નજીકના લોકોએ જણાવ્યું હતું કે, વેક્સિનેટ થયા બાદ ડોકટરે માસ્ક પહેરવાનુ અને અન્ય સાવધાની રાખવાનું છોડી દીધું હતું. આ પ્રકારની બેદરકારીના કારણે તેઓ કોરોના સંક્રમિત થયા. મેડિકલ સાયન્સની માનીએ તો વેક્સિનેટ બાદ 20 દિવસ બાદ તેનો પ્રભાવ શરીરમાં જોવા મળે છે. જેથી વેકિસનેટ બાદ માસ્ક અને અન્ય સાવધાની રાખવી જરૂરી છે.