નવી દિલ્હી: દિલ્હી સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી છે. આ સાથે જ દિલ્હીની તમામ થિયેટર 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, કે કોરોના વાયરસના ખતરાને જોતા થિયેટરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ જે સ્કૂલ અને કૉલેજની પરીક્ષા પૂર્ણ થઈ છે, તેમને પણ 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે.




ભારતમાં કોરોના વાયરસના કુલ 73 પોજિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 56 ભારતીય નાગરિકો સામેલ છે, જ્યારે અન્ય 17 વિદેશી નાગરિકો છે.

ભારતમાં કોરોના વાયરસના કેસની વધી રહેલી સંખ્યાને જોતા દિલ્હી સરકાર તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના 73 કેસની પુષ્ટી થઈ ચે. ગુરૂવારે લદાખ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશમાં નવા કેસ સામે આવ્યા છે.

ઈરાનમાં આ વાઈરસના કારણે 354 લોકોના મોત થયા છે જ્યારે 9000 લોકોને ઈન્ફેક્શન થયું છે. ઈટાલી અને ઈરાનની સાથે દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાઈરસનું ઈન્ફેક્શન વધ્યું છે.

અમેરિકામાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે. જ્યારે 1302 લોકોને ઈન્ફેક્શન થયું છે. અમેરિકાના ન્યૂયોર્ક, વોશિંગ્ટન, કેલિફોર્નિયા અને ફ્લોરિડા સહિત આઠ રાજ્યોમાં કોરોના વાઈરસના ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને WHO તરફથી  ઈમરજન્સી જાહેર કરાઈ છે.