ભોપાલ:  મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંચ પરથી બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપતા ત્યાં હાજર તમામ લોકો દંગ રહી ગયા હતા.  આ દરમિયાન ત્યાં હાજર લોકોએ તાળીઓ પાડીને મુખ્યમંત્રી શિવરાજસિંહના આ નિર્ણયનું  સ્વાગત કર્યું હતું.  એટલું જ નહીં શિવરાજ સિંહ ચૌહાણે તે પણ કહ્યું કે, તપાસ બાદ જેલમાં મોકલવામાં આવશે. 


શું છે સમગ્ર ઘટના ?


હકીકતમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જેરોનમાં પીએમ આવાસ યોજનામાં અનિયમિતતાઓને લઈને નિવાડીમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રાજ્યના અધિકારીઓને ફટકાર લગાવી હતી. એટલું જ નહીં જે બે અધિકારીઓ પર ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો તેનું નામ મંચ પરથી જાણી અને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો હતો. 


મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે,  પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રધાનમંત્રી પૈસા મોકલે છે અને હું પણ પૈસા મોકલુ છું. ગરીબોના મકાન બનાવવા માટે. પરંતુ મને માહિતી મળી છે કે જેરોનમાં આવાસ યોજનાના પૈસામાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. 






એટલું જ નહીં ત્યારબાદ મંચ પરથી શિવરાજ સિંહે પૂછ્યુ કે તમારામાંથી કોઈ એવુ છે જેનું આવાસ મંજૂર થયું અને ભૂતકાળમાં ગડબડ થઈ છે. આ સવાલ પર ત્યાં હાજર ઘણા લોકોએ પોતાના હાથ ઉંચા કર્યા હતા. ત્યારબાદ તેમણે તત્કાલ સીએમઓનું નામ જાણ્યું. મંચ પર હાજર અધિકારીઓએ મુખ્યમંત્રીને જાણકારી આપી કે તે સમયે ઉમાશંકર નામનો સીએમઓ હતો અને અભિષેક રાજપૂત નામનો અધિકારી હતો. 


નામ જાણ્યા બાદ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે, આ બંનેને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવે છે, ભલે તે ગમે ત્યાં હોય. તેમણે કહ્યું- અત્યારે આદેશ કાઢો અને તેની તપાસ થશે. માત્ર સસ્પેન્ડ નહીં, ઈઓડબ્લ્યૂને તપાસ આપી જેટલા પૈસા ખાધા છે તેને જેલ મોકલાવીશ. જનતા માટે અમે પૈસા મોકલીએ અને તે વચ્ચે ખાય જાય છે.