Shivraj Singh Corona Positive: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આ દરમિયાન ભાજપ શાસિત એક રાજ્યના મુખ્યમંત્રી કોરોનાન ઝપેટમાં આવ્યા છે. ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કોરોનાથી સંક્રમિત થયા છે.
શિવરાજ સિંહ ચૌહાણે, ટ્વીટ કરીને લખ્યું મેં મારો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો છે. જેમાં હું કોવિડ પોઝિટિવ આવ્યો છે. મારામાં સામાન્ય લક્ષણ છે. કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરતાં હું આઈસોલેટ થઈ ગયો છું. આગામી તમામ કાર્ય હું વર્ચુઅલી કરીશ. કાલે સંત શિરોમણિ રવિદાસ જયંતીના કાર્યક્રમમાં હુ વર્ચુઅલી જોડાઈશ.
મધ્યપ્રદેશમાં કોરોનાના કેટલા છે એક્ટિવ કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, મધ્યપ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 16,929 છે, જ્યારે 10,00,025 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને 10,697 લોકોના રાજ્યમાં કોરોનાથી મોત થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે હોય તેમ દૈનિક કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 27409 નવા કોરોના કેસ અને 347 લોકોના મૃત્યુ થયા છે. 82,817 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,29,536 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
- એક્ટિવ કેસઃ 4,23,127
- કુલ ડિસ્ચાર્જઃ 4,17,60,458
- કુલ મૃત્યુઃ 5,09,358
- કુલ રસીકરણઃ 173,42,62,440 (જેમાંથી 44,68,365 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા)
આ પણ વાંચોઃ